<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

વંદે માતરમ ન ગાવા પર સજાપાત્ર ગુનો બનાવી શકાય?: સુપ્રીમ કોર્ટે કેન્‍દ્ર સરકાર પાસે માંગ્‍યો જવાબ

રાષ્‍ટ્રીય ગીતના તમામ શ્‍લોકો ગાવા ફરજિયાત કરવા સામેની અરજી પર સુનાવણી

નવી દિલ્‍હી, તા.૨૨: સુપ્રીમ કોર્ટે રાષ્‍ટ્રીય ગીત વંદે માતરમના તમામ શ્‍લોકો ગાવાનું ફરજિયાત બનાવવાની માંગ તેમજ તેને ન ગાવા બદલ દંડ કે સજાપાત્ર ગુનો ઠેરવતી જોગવાઈઓને પડકારતી અરજી પર કેન્‍દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્‍યો છે.

સુપ્રીમ કોર્ટે રાષ્‍ટ્રીય ગીતને બે શ્‍લોક સુધી મર્યાદિત રાખવું કે છ શ્‍લોક સુધી વિસ્‍તળત કરવું તે અંગે વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેને ન ગાવાને સજાપાત્ર ગુનો બનાવી શકાય કે કેમ અને તેનાથી મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે કે નહીં તેની તપાસ કરવા પર સંમતિ દર્શાવી છે.

પ્રસિદ્ધ ગાયક ટી.એમ. કળષ્‍ણા દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં વંદે માતરમના તમામ છ શ્‍લોકો ગાવા ફરજિયાત બનાવતા કાયદા અને તેના સુધારાઓને પડકારવામાં આવ્‍યા છે. અરજદારની દલીલ છે કે છેલ્લા ચાર શ્‍લોકોમાં હિન્‍દુ દેવી-દેવતાઓ (દુર્ગા, લક્ષ્મી અને સરસ્‍વતી) પ્રત્‍યે ભક્‍તિ વ્‍યક્‍ત કરવામાં આવી છે, જેથી તેને ફરજિયાત કરવાથી દેશના બિનસાંપ્રદાયિક (ધર્મનિરપેક્ષ) સ્‍વભાવનું ઉલ્લંઘન થાય છે.

કેન્‍દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ અરજીનો સખત વિરોધ કરતા જણાવ્‍યું હતું કે, જે લોકો બંધારણ અને કાયદાના શાસનમાં નથી માનતા તેઓ સ્‍વતંત્રતા સંગ્રામમાં રાષ્‍ટ્રગીત અને રાષ્‍ટ્રીય ગીતના યોગદાનને ભૂલીને આવા પ્રશ્‍નો ઉઠાવી રહ્યા છે. અદાલતે આ મામલે કેન્‍દ્ર સરકારને જવાબ દાખલ કરવા આદેશ આપ્‍યો છે. 

(2:53 PM IST)