તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
ગ્રહદશા અને પૂજા-પાઠ માટે પંડિતોને ઘરે બોલાવ્યા : જજમાને પ્લાન બનાવી ૬૦ લાખનો ચૂનો લગાવી દીધો
બીજા લોકોની ગ્રહદશા સુધારવા માટે પૂજા-પાઠ અને અનુષ્ઠાન કરાવતા એક પંડિત ખુદ છેતરાઈ ગયા

ઈન્દોર, તા. ૬ : બીજા લોકોની ગ્રહદશા સુધારવા માટે પૂજા-પાઠ અને અનુષ્ઠાન કરાવતા એક પંડિત ખુદ છેતરાઈ ગયા. તેમના યજમાને શેરબજારમાં રોકાણ કરી મોટો નફો કમાવાની લાલચ આપી અને પંડિત સહિત છ લોકોમાંથી લગભગ ૬૦ લાખ પડાવી લીધા. રકમ પાછી ન મળતા હવે પંડિતને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડ્યા છે અને FIR નોંધવાની માગ કરી રહ્યા છે.
ફરિયાદી રાજેશ શાષાી મંગળવારે પોલીસ કમિશનર કાર્યાલયે પહોંચ્યા હતા. તેમણે ખાતીવાલ ટેન્ક વિસ્તારમાં રહેતા નિતિન અને પારાગીતા પર છેતરપિડીનો આરોપ લગાવ્યો છે. રાજેશના જણાવ્યા અનુસાર, લગભગ પાંચ મહિના પહેલા નિતિને તેમને ઘરે પૂજા-પાઠ અને વાસ્તુ દોષ નિવારણ માટે બોલાવ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઓળખાણ વધી.
રાજેશ શાષાીનો આરોપ છે કે હવન દરમિયાન નિતિને શેરબજારમાં રોકાણ કરવાની વાત કહી. તેણે વિશ્વાસ અપાવ્યો કે રોકાણ પર સારો નફો મળશે. તેમની વાતોમાં આવીને રાજેશ સહિત પાંચ અન્ય લોકોએ લગભગ ૬૦ લાખ રૂપિયાનું રોકાણ કરી નાખ્યું. ત્યાર બાદ આરોપીઓએ રકમ પાછી આપવામાં આનાકાની શરુ કરી અને સંપર્ક પણ ટાળવા લાગ્યા. પરેશાન થઈને રાજેશ પોલીસ કમિશનર સંતોષ કુમાર સિહ પાસે પહોંચ્યા અને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માગ કરી.
આ દરમિયાન સંયોગિતાગંજ પોલીસે રોકાણ પર ૧૫ ટકા રિટર્ન આપવાની લાલચ આપીને ૩૭ લાખ રૂપિયાની છેતરપિડી કરનારા એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ આશીષ ચૌધરી દેવ પાર્ક સોસાયટી, જૂહું મુંબઈ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી નકલી એડવાઈઝરી ફર્મ દ્વારા લોકોના રોકાણના નામ પર પોતાની જાળમાં ફસાવતા. તેઓ ૧૫% રિટર્નની લાલચ આપીને રોકાણમાંથી મ્યૂલ બેન્ક ખાતામાં રકમ જમા કરાવતા હતા. આ મામલાની તપાસ માટે ટીઆઈ નીરજ મેઢાએ એએસઆઈ તુલસીરામ, હેડ કોન્સ્ટેબલ ભરત બડે, ઉમાશંકર શુક્લા, વિકાસ અને અંકિતની ટીમ બનાવી હતી. સાયબર એક્સપર્ટની મદદથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
