<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

૮ પગ અને ૨ માથાં સાથે વાછરડાનો જન્‍મ!

કુદરતનો કરિશ્‍મા! ડોક્‍ટરો પણ રહી ગયા દંગ : જન્‍મ થયાના થોડા જ સમય બાદ તેનું મૃત્‍યુ થઈ ગયું, પરંતુ ત્‍યાર બાદ પણ દૂર દૂર સુધી તેની ચર્ચા

ગુંટુર તા.૧૯: આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્‍લામાં એક ચોંકાવનારી ઘટનાએ લોકોને આヘર્યમાં મૂકી દીધા છે. તેનાલી મંડલના એરુકાલાપુડી સ્‍થિત એક આયુર્વેદિક હોસ્‍પિટલ અને આશ્રમમાં ભેંસે ૮ પગ અને ૨ માથાં ધરાવતા વાછરડાને જન્‍મ આપ્‍યો હતો. મોડી રાત્રે ભેંસને પ્રસવ પીડા શરૂ થઈ હતી. જ્‍યારે વાછરડું બહાર આવ્‍યું ત્‍યારે માલિક અને આસપાસના લોકો આヘર્યચકિત થઈ ગયા હતા.

વાછરડાના ૨ માથાં અને ૮ પગ જોઈને માલિક ચીસ પાડી ઉઠ્‍યો હતો. આ દુર્લભ જન્‍મ માત્ર સ્‍થાનિક સ્‍તરે જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની ગયો છે. આ ઘટના એરુકાલાપુડીના આયુર્વેદિક આશ્રમમાં બની હતી. ભેંસને પ્રસવ પીડા શરૂ થતાં પશુચિકિત્‍સકોને બોલાવવામાં આવ્‍યા હતા. પ્રસવ ખૂબ મુશ્‍કેલ હતો. ડોક્‍ટરોએ લગભગ ૪થી ૫ કલાક સુધી મહેનત કરીને વાછરડાને બહાર કાઢ્‍યું હતું. જ્‍યારે વાછરડું જન્‍મ્‍યું ત્‍યારે બધા સ્‍તબ્‍ધ થઈ ગયા હતા

વાછરડાના ૨ જોડાયેલા માથાં અને ૮ પગ હતા. આ જોઈને માલિક અને ત્‍યાં હાજર લોકો આヘર્યચકિત થઈ ગયા હતા. જન્‍મના થોડા સમય બાદ જ વાછરડાનું મૃત્‍યુ થઈ ગયું હતું, જ્‍યારે માતા ભેંસ સ્‍વસ્‍થ છે. સમાચાર ફેલાતાં આસપાસના ગામોમાંથી લોકો આશ્રમમાં પહોંચવા લાગ્‍યા હતા. ઘણા લોકો તેને ભગવાનનો અવતાર અથવા ચમત્‍કાર માનીને દર્શન કરવા આવ્‍યા હતા. ભીડ એટલી વધી ગઈ કે આશ્રમમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો વાયરલ થઈ ગયા છે. લોકો ટિપ્‍પણી કરી રહ્યા છે કે આવી ઘટના ખૂબ જ દુર્લભ હોય છે. કેટલાક તેને શુભ સંકેત માની રહ્યા છે, તો કેટલાક વૈજ્ઞાનિક કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પશુચિકિત્‍સકો અને નિષ્‍ણાતોના જણાવ્‍યા અનુસાર, આવી જન્‍મજાત અસામાન્‍યતા ગર્ભના વિકાસ દરમિયાન થાય છે. જ્‍યારે ગર્ભ સંપૂર્ણપણે અલગ થઈ શકતો નથી ત્‍યારે જોડાયેલા જોડિયા (કોન્‍જોઇન્‍ડ ટ્‍વિન્‍સ)નો જન્‍મ થાય છે. તેમાં શરીરના કેટલાક ભાગો બેવડાઈ જાય છે. ૨ માથાં અને ૮ પગ તેનું જ પરિણામ છે. આવા વાછરડાંમાં ઘણીવાર મહત્‍વપૂર્ણ અંગો અવિકસિત અથવા એકબીજા સાથે જોડાયેલા હોય છે, જેના કારણે શ્વાસ લેવામાં, ખાવામાં અથવા રક્‍ત પરિભ્રમણમાં મુશ્‍કેલી પડે છે. તેથી મોટાભાગના કિસ્‍સાઓમાં જન્‍મના થોડા સમય બાદ જ તેમનું મૃત્‍યુ થઈ જાય છે.

આ ઘટના દક્ષિણ ભારતમાં ચર્ચાનો વિષય બની રહી છે. ગુંટુર અને તેનાલી વિસ્‍તારમાં લોકો હજુ પણ આશ્રમમાં પહોંચી રહ્યા છે. સ્‍થાનિક વહીવટીતંત્ર અને પશુ વિભાગની ટીમ પણ ઘટનાની માહિતી મેળવી રહી છે. માતા ભેંસની સંભાળ રાખવામાં આવી રહી છે અને તે સામાન્‍ય સ્‍થિતિમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આવી દુર્લભ ઘટનાઓ સમયાંતરે દુનિયાભરમાં બનતી રહે છે. ૨ માથાં અથવા વધારે પગ ધરાવતા પ્રાણીઓના જન્‍મના સમાચાર અગાઉ પણ સામે આવી ચૂક્‍યા છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને વિકાસ સંબંધિત અસામાન્‍યતા કહેવામાં આવે છે. આનુવંશિક પરિબળ, પર્યાવરણ અથવા ગર્ભાવસ્‍થા દરમિયાન કોઈ સમસ્‍યા તેના કારણ બની શકે છે, પરંતુ દરેક કિસ્‍સામાં ચોક્કસ કારણ અલગ હોઈ શકે છે.

(9:54 AM IST)