તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th August 2026
Gen-Zની 'નાકાબંધી' સામે બસ ઓપરેટરો ઝૂક્યા: દીકરીઓની જીદ સામે વહીવટીતંત્ર હચમચ્યું : બસ ભાડામાં મોટો ઘટાડો!
વિદિશાના સિરોંજ બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીનીઓએ ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર પોકારતા મામલો ગરમ થયો : SDM અને પોલીસ કાફલાની મધ્યસ્થતા બાદ બસ સંચાલકો જૂના ભાડા વસૂલવા સંમત થયા

સિરોંજ : અન્યાય સામે અવાજ ઉઠાવવામાં આજની યુવા પેઢી (Gen-Z) કેટલી મક્કમ છે તેનો એક અદ્ભુત નજારો મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં જોવા મળ્યો છે. સિરોંજ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થીનીઓએ બસ ભાડામાં કરાયેલા અચાનક વધારા સામે એવો મોરચો માંડ્યો કે આખરે બસ સંચાલકો અને સ્થાનિક વહીવટીતંત્રને તેમની માંગણીઓ સામે નમતુ જોખવું પડ્યું છે. બસ સ્ટેન્ડ પર કલાકો સુધી ચાલેલા વિરોધ પ્રદર્શન અને રસ્તા રોકો આંદોલન બાદ હવે ગ્રામીણ વિસ્તારમાંથી આવતી-જતી તમામ શાળાકીય વિદ્યાર્થીનીઓ માટે જૂનું સસ્તું ભાડું પુનઃ લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
12 ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં, બસ ભાડામાં થયેલા અસહ્ય વધારાથી નારાજ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં સિરોંજ બસ સ્ટેન્ડ પર એકઠી થઈ ગઈ હતી અને લગભગ અડધા કલાક સુધી ચક્કાજામ કરીને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થીનીઓનો આરોપ હતો કે વધેલા ભાડાને કારણે તેમના ગરીબ પરિવારો પર આર્થિક બોજ વધી રહ્યો છે અને જો આ જ પરિસ્થિતિ રહેશે તો અનેક ગરીબ દીકરીઓને અભ્યાસ છોડવાનો વારો આવશે. આ આંદોલનના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો અને વહીવટીતંત્ર પર ભારે દબાણ ઊભું થયું હતું.
પરિસ્થિતિ ગંભીર બનતાં જ SDM ઓમ નારાયણ બડકુલ, SDOP, તહસીલદાર અને થાણા પ્રભારી (TI) સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વહીવટી અધિકારીઓએ વિદ્યાર્થીનીઓની વ્યથા સાંભળ્યા બાદ તાત્કાલિક અસરથી બસ ઓપરેટરો સાથે ઈમરજન્સી બેઠક યોજી હતી. SDMએ કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું હતું કે દીકરીઓનું શિક્ષણ અને તેમની સુવિધા પ્રાથમિકતા છે. પરિણામે, બસ સંચાલકોએ પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો. દીકરીઓની આ જીતે સાબિત કરી દીધું છે કે એકજૂથ થઈને ઉઠાવેલો અવાજ ગમે તેવા નિર્ણયને બદલવા માટે મજબૂર કરી શકે છે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
