<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

​સગળતા સળગતા ધુમાડાથી આકાશ ઘેરાયું: સાઉદી અરેમકોના તેલ પ્લાન્ટ પર મિસાઇલ અને ડ્રોન એટેક, ભીષણ આગ ફાટી નીકળી

​યમનના હુથી વિદ્રોહીઓએ હુમલાની જવાબદારી સ્વીકારી; બેલેસ્ટિક મિસાઇલ અને ડ્રોન વડે સાઉદી અરેબિયાના ઊર્જા ક્ષેત્રને લક્ષ્ય બનાવાયું

​રિયાધ:મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે સાઉદી અરેબિયાની વિશ્વપ્રસિદ્ધ રાષ્ટ્રીય તેલ કંપની 'સાઉદી અરેમકો' (Saudi Aramco) ની તેલ ફેસિલિટી/રિફાઇનરી પર બેલેસ્ટિક મિસાઇલ અને ડ્રોન વડે ભયાનક હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા બાદ પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.

​મળતી માહિતી મુજબ, યમનના ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓએ (Houthi Rebels) આ ડ્રોન અને બેલેસ્ટિક મિસાઇલ હુમલાની સત્તાવાર જવાબદારી સ્વીકારી છે.

​હુમલાની મુખ્ય વિગતો અને વર્તમાન સ્થિતિ:

​ધમાકા સાથે આગ: રિયાધ સ્થિત સાઉદી અરેમકોના તેલ પ્લાન્ટ નજીક જોરદાર ધમાકાઓ સંભળાયા હતા. ત્યારબાદ પ્લાન્ટમાં કાળા ધુમાડાની મોટી છત્રછાયા જોવા મળી હતી.
​ઇમરજન્સી અને ફાયર બ્રિગેડ: ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરો અને ઔદ્યોગિક સુરક્ષા ટુકડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
​સુરક્ષા કડક: સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને ફેસિલિટી તરફ જતા તમામ મુખ્ય રસ્તાઓ પર નાકાબંધી કરી દેવામાં આવી છે.
​હુથી વિદ્રોહીઓનો દાવો:

​હુથી વિદ્રોહીઓના પ્રવક્તા અને અલ-મસિરાહ ટીવી ચેનલ દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ, સાઉદી અરેબિયાના સંવેદનશીલ અને આર્થિક રીતે મહત્ત્વના ઊર્જા સ્થળોને નિશાન બનાવીને એક મોટું સૈન્ય અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ હુમલામાં અનેક સશસ્ત્ર ડ્રોન અને બેલેસ્ટિક મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

​વૈશ્વિક બજાર અને તેલ પુરવઠા પર અસરની આશંકા:

​સૌથી મોટી ક્રૂડ ઓઇલ નિકાસકાર કંપની હોવાના નાતે સાઉદી અરેમકો પર થયેલા આ હુમલાથી આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલ (Crude Oil) ના ભાવમાં ઉછાળો આવવાની અને વૈશ્વિક તેલ પુરવઠા શ્રૃંખલા પ્રભાવિત થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ક્ષેત્રમાં સ્થિતિ અત્યંત ઉત્તેજનાપૂર્ણ બનેલી છે.

(12:39 PM IST)