તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
પોસ્ટ ઓફિસની આ ખાસ સ્કીમમાં રોકાણકારો માટે બમ્પર વળતર: ₹૫ લાખનું રોકાણ બની જશે ₹૧૫ લાખ, જાણો સુરક્ષિત રોકાણની સરળ રીત
બેંકો કરતાં વધુ વ્યાજ અને ૧૦૦% સરકારી ગેરંટી સાથે પૈસા રહેશે સુરક્ષિત; ૧ થી ૫ વર્ષના વિકલ્પો સાથે આકર્ષક વ્યાજ દરોનો લાભ

નવી દિલ્હી : વર્તમાન સમયમાં પોતાના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે યોગ્ય જગ્યાએ બચત અને રોકાણ કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે. જો તમે પણ કોઈ પણ પ્રકારનું જોખમ લીધા વિના મોટું ફંડ બનાવવાનું વિચારી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (Post Office Time Deposit - POTD) સ્કીમ તમારા માટે એક ઉત્તમ અને ભરોસાપાત્ર વિકલ્પ સાબિત થઈ શકે છે. અહીં રોકાણકારોને ગેરંટી સાથે આકર્ષક વળતર મળે છે.
પોસ્ટ ઓફિસની આ સ્કીમ બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ની જેમ જ કામ કરે છે, પરંતુ તેમાં મળતું વ્યાજ ઘણી મોટી જાહેર અને ખાનગી બેંકો કરતાં વધુ આકર્ષક છે. જ્યાં દેશની અગ્રણી બેંકો ૬.૬% ની આસપાસ વ્યાજ દર ઓફર કરી રહી છે, ત્યાં પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટમાં રોકાણકારોને ૬.૯% થી લઈને ૭.૫% સુધીનું વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
સમયગાળો અને વ્યાજ દરોનું ગણિત
પોસ્ટ ઓફિસની આ યોજના હેઠળ રોકાણકારો ૧ વર્ષ, ૨ વર્ષ, ૩ વર્ષ અને ૫ વર્ષના સમયગાળા માટે પોતાના નાણાં રોકી શકે છે:
- ૧ વર્ષની મુદત: ૬.૯% વાર્ષિક વ્યાજ
- ૨ અને ૩ વર્ષની મુદત: ૭.૦% વાર્ષિક વ્યાજ
- ૫ વર્ષની મુદત: ૭.૫% વાર્ષિક વ્યાજ
આ સ્કીમમાં ૫ વર્ષ માટે રોકાણ કરીને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મેળવવાથી તેમજ તેને આગળ લંબાવવાથી ₹૫ લાખની મૂડી વધીને ₹૧૫ લાખ સુધી પહોંચી શકે છે. જે લોકો સુરક્ષિત ભવિષ્ય અને ગેરન્ટેડ રિટર્ન ઈચ્છે છે તેમના માટે આ સ્કીમ શ્રેષ્ઠ સાબિત થઈ રહી છે.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
