તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Friday, 3rd July 2026
બીજા દિવસે પણ તેજી : ચાંદીમાં વધુ ૭૦૦૦-સોનામાં ૧૦૦૦ રૂા.નો ઉછાળો
હાજરમાં ચાંદી ૧ કિલોના ભાવ વધીને ર,૩૮,૦૦૦ અને સોનાના ભાવ ૧,૪૮,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૩: બુલીયન માર્કેટમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. ચાંદીમાં ૭૦૦૦ અને સોનામાં ૧૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં વધુ ૭૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ર,૩૧,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ર,૩૮,૦૦૦ રૂા. થઇ ગયા છે. ગઇકાલે ચાંદીમાં ૪,૦૦૦ રૂા. વધ્યા બાદ આજે વધુ ૭,૦૦૦ રૂા.નો ભાવવધારો થતા બે દિ'માં ૧૧,૦૦૦ રૂા.નો નોંધપાત્ર ભાવવધારો થયો છે.
ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ ૧૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૧૦૦૦ રૂા. નો ભાવવધારો થતા સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૪૭,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૪૮,૦૦૦ રૂા. થયા છે. સોનાના બિસ્કીટમાં ૧૦,૦૦૦ રૂા.નો ભાવવધારો થતા સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૪,૭૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૪,૮૦,૦૦૦ રૂા. થઇ ગયા છે. બે દિવસમાં સોનામાં ર,૦૦૦ રૂા. વધી ગયા છે. (૪.૮)
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
