<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

વિશ્વબજારમાં તેજીના સંકેતો વચ્ચે બુલિયન માર્કેટમાં ઉછાળો: અમદાવાદમાં સોનાના ભાવમાં રૂપિયા 3,300નો ભારે વધારો

દિલ્હી ખાતે સોના-ચાંદીના ભાવમાં ભારે તેજી: દિલ્હી ચાંદીનો કિલોદીઠ ભાવ રૂપિયા 6800 ઉછળી રૂપિયા 2,52,000 રહ્યા

મુંબઈ : વિશ્વબજારમાંથી મળેલા તેજીના સંકેતો વચ્ચે બુલિયન માર્કેટમાં ભારે ઉછાળો આવ્યો છે. ઈરાન-અમેરિકા યુદ્ધને લઈ આગામી સમયમાં વધુ શાંતિ સ્થપાય તેવા આશાવાદ વચ્ચે શેરબજારથી લઈ સોના-ચાંદીની કિંમતોમાં ભારે તેજીનો માહોલ જોવા મળ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે તેજી જોવા મળી છે. વૈશ્વિક બજારોમાં સોનાના ઔંસદીઠ ભાવ 124.69 ડોલર એટલે કે 2.74 ટકા ઉછળી 4685.23 ડોલર થયા છે. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 3.62 ડોલર એટલે કે 4.96 ટકા ઉછળી 76.73 ડોલર રહ્યા હતા.

અમદાવાદ ખાતે સોના-ચાંદીના ભાવ

અમદાવાદ ખાતે સોના-ચાંદીની કિંમતોમાં ભારે તેજી જોવા મળી હતી. અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ સોનાનો ભાવ રૂપિયા 3,300 વધી રૂપિયા 1,55,500 રહ્યા હતા. જ્યારે અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનું 10 ગ્રામનો ભાવ રૂપિયા 3300 વધી રૂપિયા 1,55,200 રહ્યા હતા. અમદાવાદ ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 4000 વધી રૂપિયા 2,46,000 રહ્યો છે.

દિલ્હી ખાતે સોના-ચાંદીના ભાવમાં ભારે તેજી જોવા મળી હતી. દિલ્હી ચાંદીનો કિલોદીઠ ભાવ રૂપિયા 6800 ઉછળી રૂપિયા 2,52,000 રહ્યા હતા.

 

(10:31 PM IST)