<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

બુલિયન માર્કેટમાં સતત બીજા દિ'એ તેજી ચાંદીમાં ૬૦૦૦ અને સોનામાં ૨૩૦૦ રૂા.વધ્‍યા

હાજરમાં ચાંદી ૧ કિલોના ભાવ વધીને ૧,૫૬,૦૦૦ અને સોનાના ભાવ ૧,૨૯,૪૦૦ રૂા. થયા

રાજકોટ તા.૨૭: બુલિયન માર્કેટમાં  સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. ચાંદીમાં ૬,૦૦૦ અને સોનામાં ૨૩૦૦ રૂા.નો ઉછાળો થયો હતો.

બુલિયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનિક બજારમાં ચાંદીમાં આજે વધુ ૬૦૦૦રૂા.નો ભાવવધારો થયો છે. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ૧,૫૦,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૫૬,૦૦૦રૂા. થઇ ગયા છે.

ચાંદીની સાથે સોનામાં પણ તેજી જોવા મળી હતી. બુલિયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનિક બજારમાં આજે સોનામાં ૨૩૦૦ રૂા. વધ્‍યા હતા. ગઇકાલે સોનુ સ્‍ટાર્ન્‍ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૨૭,૧૦૦ રૂા. હતા તે વધીને ૧,૨૯,૪૦૦ રૂા. થઇ ગયા છે. સોનાના બિસ્‍કીટમાં ૨૩૦૦૦ રૂા.નો ઉછાળો થયો છે. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ) ના ભાવ ૧૨,૭૧, ૦૦૦ રૂા. હતા તે વધીને ૧૨,૯૪,૦૦૦ રૂા.ની સપાટી પહોંચ્‍યા છે. છેલ્લા બે દિવસમાં ચાંદીમાં ૧૪૦૦૦ રૂા. અને સોનામાં ૮,૫૦૦ રૂા.નો નોંધપાત્ર ભાવવધારો થયો છે.

વિશ્વ માર્કેટમાં અમેરીકન ડોલર નબળો પડતા અને વ્‍યાજદરમાં ઘટાડાની શકયતાએ સોના-ચાંદીના ભાવમાં વધારો થયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યુ હતું.(૨

 

 

(2:44 PM IST)