News of Thursday, 26th November 2026
બુલિયન માર્કેટમાં કડાકા બાદ ફરી તેજીનો ફુંફાડોઃ ચાંદીમાં ૮૦૦૦-સોનામાં ૬૫૦૦ રૂા.ઉછાળો
હાજરમાં ચાંદી ૧ કિલોના ભાવ વધીને ૧,૫૦,૦૦૦ અને સોનાના ભાવ ૧,૨૮,૫૦૦ રૂા. થયા

રાજકોટ તા.૨૬: બુલિયન માર્કેટમાં ગઇકાલે સોના-ચાંદીના ભાવમાં જોરદાર કડાકો થયા બાદ ફરી તેજીનો ફુંફાડો જોવા મળ્યો હતો. ચાંદીમાં ૮,૦૦૦ અને સોનામાં ૬,૫૦૦ રૂા.નો તોંતીગ ભાવવધારો થયો છે.
બુલિયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનિક બજારમાં ચાંદીમાં આજે ૮૦૦૦રૂા.નો ઉછાળો થયો છે. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ૧,૪૨,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૫૦,૦૦૦રૂા. થઇ ગયા છે. સતત બે દિ' ચાંદીના ભાવ તૂટયા બાદ આજે ફરી તેજીનો ચળકાટ જોવા મળ્યો હતો. ચાંદીની સાથે સોનામાં પણ તેજી જોવા મળી હતી. બુલિયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનિક બજારમાં આજે સોનામાં ૬,૫૦૦ રૂા. વધ્યા હતા. ગઇકાલે સોનુ સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૨૨,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,૨૮,૫૦૦ રૂા. થઇ ગયા છે. સોનાના બિસ્કીટમાં ૬૫,૦૦૦ રૂા.નો જોરદાર ઉછાળો થયો છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ) ના ભાવ ૧૨,૨૦, ૦૦૦ રૂા. હતા તે વધીને ૧૨,૮૫,૦૦૦ રૂા.ની સપાટી પહોંચ્યા છે. ગઇકાલે સોનાના ભાવ ૧,૨૯,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧,૨૨,૦૦૦ રૂા. થયા બાદ ફરી ભાવવધારો થયો હતો.વિશ્વ માર્કેટમાં અમેરીકન ડોલર નબળો પડતા અને વ્યાજદરમાં ઘટાડાની શકયતાએ સોના-ચાંદીના ભાવમાં વધારો થયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યુ હતું.(૨
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
