તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
બુલીયન માર્કેટમાં તેજીને બ્રેક : ચાંદીમાં ૧ર,૦૦૦ અને સોનામાં ૩,૦૦૦ રૂા. તૂટયા
ચાંદીના ભાવ ઘટીને ર,૭૦,૦૦૦ અને સોનાના ભાવ ૧,૬૩,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૧૫: કેન્દ્ર સરકારે સોના-ચાંદીની આયાત પર ડયુટી વધાર્યાના પગલે સોના-ચાંદીમાં શરૂ થયેલ તેજીને બ્રેક લાગી છે. આજે ચાંદીમાં ૧ર,૦૦૦ રૂા. અને સોનામાં ૩,૦૦૦ રૂા.નું ગાબડુ પડયું છે.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૧૨,૦૦૦ રૂા. તુટયા હતા. ગઇકાલે ચાંદી ( ૧ કિલો)ના ભાવ ર,૮ર,૦૦૦ રૂા. હતા તે આજે બપોરે ઘટીને ર,૭૦,૦૦૦ રૂા. થઇ ગયા છે. છેલ્લા ત્રણ દિવસમાં સતત તેજીના પગલે ચાંદીમાં ૩૦,૦૦૦ રૂા.નો ઉછાળો થયા બાદ આજે તેજીને બ્રેક લાગી હતી અને ભાવો તૂટયા હતા.
ચાંદીની સાથે સોનાના ભાવો પણ ઘટયા હતા. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને કારણે સ્થાનીક બજારમાં સોનામાં ૩,૦૦૦ રૂા.નો ઘટાડો થયો હતો. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૬૬,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧,૬૩,૦૦૦રૂા. થઇ ગયા છે. છેલ્લા ત્રણ દિવસમાં સોનામાં ૧૦,૦૦૦ રૂા.નો ભાવવધારો થયા બાદ આજે ભાવ ઘટયા હતા.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
