તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
બુલીયન માર્કેટમાં ફરી તેજીઃ સોનામાં ૩૦૦૦-ચાંદીમાં ૬૦૦૦ રૂા. નો ઉછાળો
હાજરમાં સોનુ ૧૦ ગ્રામના ભાવ વધીને ૧,પ૯,૦૦૦ અને ચાંદીના ભાવ ર,૩૬,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૩ : બુલીયન માર્કેટમાં કડાકા બાદ ફરી તેજી જોવા મળી હતી. સોનામાં ૩૦૦૦ અને ચાંદીમાં ૬૦૦૦ રૂપીયાનો ઉછાળો થયો છે.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં આજે ૩૦૦૦ રૂા. વધ્યા હતા. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૫૬,૦૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧,પ૯,૦૦૦ રૂા. થઇ ગયા છે. સોનાના બિસ્કીટમાં ૩૦,૦૦૦ રૂપીયાનો ભાવવધારો થયો છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૫,૬૦,૦૦૦ રૂપીયા હતા તે વધીને આજે બપોરે ૧પ,૯૦,૦૦૦ રૂપીયા થઇ ગયા છે.
સોનાની સાથે ચાંદીમાં પણ ૬૦૦૦ રૂપીયાનો ઉછાળો થયો છે. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૬૦૦૦ રૂપીયા વધ્યા હતા. ગઇકાલે ચાંદી (૧ કિલો)ના ભાવ ર,૩૦,૦૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ર,૩૬,૦૦૦ રૂા. થઇ ગયા છે.
અમેરીકા અને ઇરાન વચ્ચે યુધ્ધના પગલે છેલ્લા એક સપ્તાહમાં સોનામાં ૬૦૦૦ રૂપીયા અને ચાંદીમાં ૧ર,૦૦૦ રૂપીયાનો નોંધપાત્ર ભાવઘટાડો થયા બાદ આજે ફરી ભાવવધારો થયો હતો.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
