તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
બળદ પ્રસાદની સાથે ૩ તોલાનો સોનાનો હાર ગળી ગયો, ૧૦ દિવસ પછી સર્જરી કરીને કાઢવો પડ્યો

નાશિક તા.૨૫: નાશિક જિલ્લાના વનપત ગામમાં શિવાજી નામના એક ખેડૂતના બળદને બેલ પૌલા તહેવારમાં મળેલો પ્રસાદ ભારે પડી ગયો. આ તહેવારમાં બળદની પૂજા કરીને એને પૂરણપોળી અને વ્યંજનો ખવડાવવામાં આવે છે. જોકે આ પૂજા દરમ્યાન પરિવારનો સોનાનો હાર ખોવાઈ ગયો હતો. શરૂઆતમાં ખેડૂત પરિવારને ખબર નહોતી કે સોનાનો હાર બળદના પેટમાં પહોંચી ગયો છે, પરંતુ જ્યારે બધે જ શોધ કર્યા પછી પણ હાર ન મળ્યો ત્યારે શંકા ગઈ કે કદાચ ઉત્સવના માહોલમાં પ્રસાદમાં હાર પડી ગયો હશે તો? ખેડૂતે નજીકના પશુચિકિત્સાલયમાં જઈને બળદનો એક્સ-રે કરાવ્યો તો ખબર પડી કે ખરેખર હાર બળદના પેટમાં જ છે. આ હારની કિમત લગભગ ૪.૭૧ લાખ રૂપિયા હતી. બળદના પેટમાંથી કુદરતી રીતે હાર કાઢવો સંભવ ન લાગતાં ડોક્ટરોએ છેક ૧૦ દિવસની રાહ જોઈને બળદની સર્જરી કરી હતી. સર્જરી પછી બળદની હાલત સ્થિર હોવાથી ખેડૂતના પરિવારને રાહત થઈ હતી.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
