News of Thursday, 23rd July 2026
માચીસનાં ૩૫,૦૦૦ બોક્સનું કલેક્શન કર્યું ભાઈ-બહેનની જોડીએ
ભારત ઉપરાંત ઇંગ્લેન્ડ, જપાન, અમેરિકા, ઇઝરાયલ, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને સાઉથ કોરિયા જેવા દેશોની માચીસ તેની પાસે છે

બીકાનેર,તા.૨૩: રાજસ્થાનના બીકાનેરમાં ૧૫ વર્ષની સ્વરૂપા સોની છેલ્લાં પાંચ વર્ષથી માચીસનાં બોક્સનું કલેક્શન કરી રહી છે. તેણે માત્ર ભારતમાંથી જ નહીં, દુનિયાના અન્ય દેશોમાં ઉપલબ્ધ રેર મેચબોક્સ પણ એકત્રિત કર્યાં છે. તેના આ મિશનમાં નાના ભાઈ પ્રિન્સે પણ હવે મદદ કરવાની શરૂ કરી દીધી છે. પાંચ વર્ષમાં આ ભાઈબહેનની જોડી પાસે ૩૫,૦૦૦થી વધુ મેચબોક્સનું કલેક્શન થઈ ચૂક્યું છે. ભારત ઉપરાંત ઇંગ્લેન્ડ, જપાન, અમેરિકા, ઇઝરાયલ, ઑસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને સાઉથ કોરિયા જેવા દેશોની માચીસ તેની પાસે છે. ભારતના દરેક રાજ્યમાં અલગ-અલગ બ્રેન્ડની મેચબોક્સની ડિઝાઇન્સ જુદી હોય છે. હવે તો કેટલાંક મેચબોક્સિસ બજારમાં મળતાં પણ નથી, એને પણ સ્વરૂપાએ સંભાળીને રાખ્યાં છે.
સ્વરૂપાના પપ્પાને જૂની નોટો, સિક્કા અને પોસ્ટલ સ્ટેમ્પ્સ સંઘરવાનો શોખ છે. એ જોઈને તેને પણ મન થયું કે તે પણ પોતાની રીતે એવું આગવું કલેક્શન તૈયાર કરે જે અદ્વિતીય ગણાય. હવે સ્વરૂપા અને પ્રિન્સ તેમના કલેક્શનનું બીકાનેરમાં એક સ્થાયી મુઝિયમ બનાવવા માગે છે.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
