તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
ભાઈ ભાઈઃ ખેડૂતે સાંવલિયા સેઠ મંદિરમાં ચાંદીના ટામેટા ચઢાવ્યા
ચાંદીના ટ્રેક્ટર, પેટ્રોલ પંપ, ટ્રક અને પવન ચક્કી જેવી ભેટ અગાઉ પણ ભક્તો અર્પણ કરી ચુક્યા છેઃ ભક્તે ખુશી-ખુશી શ્રદ્ધા ભાવથી ભગવાન સાંવલિયા સેઠને ચાંદીના ટામેટા ચઢાવ્યા

ચિતોડગઢ તા.૩: રાજસ્થાનના ચિતોડગઢ જિલ્લાના મંડફિયામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી સાંવલિયા મંદિરમાં ભક્તોની અનોખી આસ્થા ફરી એક વાર જોવા મળી છે. મેવાડના પ્રસિદ્ધ કૃષ્ણધામ સાંવલિયા સેઠના દરબારામાં એક ખેડૂતે પોતાની માનતા પૂરી થતાં લગભગ ૨૫૦ ગ્રામ વજનના ચાંદીના બનાવેલા ટામેટા ભગવાનના ચરણોમાં અર્પણ કર્યા છે. મંદિરમાં ચઢાવવામાં આવેલી આ અનોખી ભેટ શ્રદ્ધાળુઓની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.
૨૦ વીઘામાં ટામેટાની ખેતીઃ જાણકારી અનુસાર, ભીલવાડા જિલ્લાના મંગરોપ તાલુકાના કલ્યાણપુરના રહેવાસી જગદીશ ચંદ્ર પ્રહલાદ રબારીએ પોતાની ૨૦ વીઘા જમીન પર ટામેટાની ખેતી કરી હતી. ખેતી શરુ કરતા પહેલા ખેડૂતે સાંવલિયા સેઠના દરબારામાં સારા પાક અને ટામેટાનો સારો ભાવ મળવાની માનતા માની હતી. ખેડૂતને આશા હતી કે જો પાક સારો થયો અને બજારમાં સારા ભાવ મળી જાય તો ભગવાનના દરબારામાં પોતાના શ્રદ્ધ અનુસાર ભેટ અર્પણ કરશે.
ખેડૂતની મહેનત અને આશા બંને રંગ લાવીઃ ટામેટાનો પાક સારો થયો અને બજારમાં ભાવ પણ સારા મળવાથી ખેડૂતને લગભગ ૩૦ લાખની આવક થઈ. બંપર ઉત્પાદન અને સારી કમાણી બાદ ખેડૂતે પોતાની માનતા પૂરી કરવાનો નિર્ણય લીધો. તેણે આ સફળતાને ખાલી પોતાની મહેનત નથી માની, પણ તેને સાંવલિયા સેઠનો આશીર્વાદ ગણાવ્યો છે.
પરિવાર સાથે સાંવલિયા સેઠના દરબારામાં પહોંચ્યાઃ માનતા પૂરી થયા બાદ જગદીશ ચંદ્ર પોતાના પરિવાર સાથે મંડફિયામાં આવેલા સાંવલિયા સેઠના મંદિરે પહોંચ્યા હતા. અહીં તેમણે લગભગ ૨૫૦ ગ્રામ ચાંદીના ટામેટા ભગવાનના ચરણોમાં અર્પણ કર્યા હતા. ખેડૂતનું કહેવું છે કે, ટામેટાની ખેતીમાં મળેલી સફળતા અને સારી આવક માટે સાંવલિયા સેઠ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માગતો હતો. આ ભાવના સાથે તેમણે ટામેટાના આકારના ચાંદીના ટામેટા તૈયાર કરાવ્યા હતા.
સાંવલિયા સેઠના દરબારમાં અનોખી ભેટની પરંપરાઃ સાંવલિયા સેઠ મંદિરમાં ભક્તો તરફથી અલગ અલગ પ્રકારની અનોખી ભેટ ચઢાવવાની પંરપરા રહી છે. આ અગાઉ પણ શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી થતાં સોના-ચાંદીની વસ્તુઓ અર્પણ કરતા આવ્યા છે. અહીં ચાંદીના ટ્રેક્ટર, પેટ્રોલ પંપ, ટ્રક અને પવન ચક્કી જેવી ભેટ પણ અર્પણ કરવામાં આવી છે. આ યાદીમાં હવે ચાંદીના ટામેટા પણ આવી ગયા છે
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
