તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
બ્રિટનમાં હેલોવીન પાર્ટીમાં ઘૂસેલા અજાણ્યા ટોળાનો છરીઓ વડે હુમલો : ૧૬ અને ૧૭ વર્ષના પાંચ કિશોરો ગંભીર ઘાયલ

લંડન, તા. ૨ : બ્રિટનના હેમ્પશાયર કાઉન્ટીના ઇસ્ટલી નજીક ચાન્ડલર્સ ફોર્ડ વિસ્તારમાં હેલોવીન પાર્ટી દરમિયાન અજાણ્યા ટોળાએ છરીઓ વડે હુમલો કરતાં પાંચ કિશોરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
૩૧ ઓક્ટોબરની રાત્રે લગભગ ૧૦.૩૦ વાગ્યે પાર્ક રોડ ઉપર આવેલા એક મકાનમાં હેલોવીન પાર્ટી ચાલી રહી હતી. દરમિયાન અજાણ્યું ટોળું પાર્ટીમાં ઘૂસી આવ્યું હતું. ત્યારબાદ થયેલા છરીના હુમલામાં ૧૬ વર્ષના ત્રણ અને ૧૭ વર્ષના બે કિશોરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પાંચેયને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ ઘાયલ કિશોર મકાનમાંથી બહાર દોડતો નીકળ્યો હતો અને બે વ્યક્તિઓ તેનો પીછો કરી રહી હતી.
હુમલાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. અજાણ્યા ટોળાનો પાર્ટીમાં પ્રવેશ થયો હોવાનું પોલીસે સમર્થન આપ્યું છે,
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
