<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

અમેરિકામાં સાત વર્ષથી કાયદેસર રહેનારાને ગ્રીન કાર્ડ મળવાની ઉજળી આશા : બિલ રજૂ કરાશે

લાખો ભારતીયો સહિત કુલ ૮૦ લાખ જેટલા લોકોને ફાયદો થશે. તેના લીધે આટલા બધા લોકોનો અમેરિકન નાગરિક બનવાનો માર્ગ મોકળો બનશે.

અમેરિકામાં રહેતા લાખો ભારતીયો માટે નવું બિલ આશાનું કિરણ લઈ આવ્યું છે. ડેમોક્રેટ સેનેટર એલેક્સ પેડિલાના બિલ મુજબ અમેરિકામાં સાત વર્ષથી કાયદેસર રહેનારાને ગ્રીન કાર્ડ આપવું જોઈએ. જો આ બિલ પસાર થાય તો અમેરિકામાં રહેતા લાખો ભારતીયો સહિત કુલ ૮૦ લાખ જેટલા લોકોને ફાયદો થશે. તેના લીધે આટલા બધા લોકોનો અમેરિકન નાગરિક બનવાનો માર્ગ મોકળો બનશે.

કેલિફોર્નિયાના સેનેટર એલેક્સ પેડિલાનું કહેવું છે કે આ પ્રસ્તાવ ઇમિગ્રેશન સાથે જોડાયેલા તે નિયમને બદલશે જેને ૧૯૮૬થી અપડેટ કરવામાં આવ્યો નથી. પેડિલાની ઓફિસે જણાવ્યું હતું કે એક વર્ષ પહેલાં મેં ટ્રમ્પ તંત્ર દ્વારા મહેનતુ વસાહતીઓ સાથે કરવામાં આવતા ક્રૂર વ્યવહારનો વિરોધ કરવા માટે આ બિલ રજૂ કર્યુ હતુ. પેડિલાનું કહેવું છે કે કોંગ્રેસ દેશમાં લાંબા સમયથી રહેતા આપણા અર્થતંત્ર અને સમાજમાં ફાળો આપતા લાખો લોકોની અવગણના ન કરી શકે, પરંતુ હાલમાં તો આ બિલ પસાર થવાનું સપલું લાગે છે કેમકે રિપબ્લિકન તેનાથી ઉલટી દિશામાં કામ કરી રહ્યા છે.

ઇમિગ્રેશન એક્ટ ઓફ ૧૯૨૯ની જોગવાઈઓનું નવીનીકરણ કાયદો તે વસાહતીઓને સ્થાનિક રહેવાસીનો દરજ્જો આપવાની મંજૂરી આપશે, જે દેશમાં કમસેકમ સાત વર્ષથી કાયદેસર રીતે વસવાટ કરતો હોય. અરજદારનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ ન હોવો જોઈએ અને તેણે ગ્રીન કાર્ડ માટે જરૂરી બધી શરતોને પૂરી કરેલી હોવી જોઈએ. આ બિલમાં ડ્રીમર્સ, ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ ધારક, જરૂરી સેવાઓમાં કામ કરનારા લોકો અને લાંબા સમયથી વિઝાધારક લોકોના બાળકો સામેલ છે.

(2:00 PM IST)