News of Sunday, 6th September 2026
૧૨-૧૩ સપ્ટેમ્બરે દિલ્હીમાં બ્રિક્સ મહાકુંભ: શી, પુતિન અને પેઝેશ્કિયાનની સંભવિત હાજરીથી વૈશ્વિક રાજનીતિનું કેન્દ્ર બનશે ભારત
લક્ઝમબર્ગના ઝેવિયર બેટેલ સોમવારે દિલ્હી આવશે; બ્રાઝિલ સહિત અનેક દેશોના પ્રતિનિધિઓનાો રાજધાનીમાં કૂટનીતિક ધમધમાટ અભૂતપૂર્વ બનશે, આખું સપ્તાહ વ્યસ્ત રહેશે

નવી દિલ્હી:ભારતની રાજધાની આગામી સપ્તાહે વિશ્વ કૂટનીતિનું કેન્દ્ર બનવા જઈ રહી છે. ભારતની અધ્યક્ષતામાં અઢારમી બ્રિક્સ શિખર પરિષદ તા. ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. બેઠકમાં બ્રિક્સના સભ્ય અને ભાગીદાર દેશોના વડાઓ વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, વિકાસ, ઊર્જા, નવીનતા, ટકાઉપણું અને વૈશ્વિક દક્ષિણના મુદ્દાઓ અંગે ચર્ચા કરશે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનની હાજરી અપેક્ષિત છે. જોકે કેટલાક નેતાઓની યાત્રાની અંતિમ સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. શી જિનપિંગ આવે તો સાત વર્ષ બાદ તેમની પ્રથમ ભારત મુલાકાત બનશે. તેમની સાથે આશરે ૪૦૦ સભ્યોનું પ્રતિનિધિમંડળ આવવાની સંભાવના વ્યક્ત થઈ છે.
અગિયાર સભ્ય દેશોમાંથી ઓછામાં ઓછા આઠ દેશોના રાષ્ટ્રાધ્યક્ષ અથવા સરકારના વડા ઉપસ્થિત રહેવાની ધારણા છે. કેટલાક દેશોનું પ્રતિનિધિત્વ વિદેશમંત્રીઓ કરશે. બ્રાઝિલ તરફથી પણ વિદેશમંત્રી સહિત ઉચ્ચસ્તરીય પ્રતિનિધિત્વની ચર્ચા છે.
દરમિયાન લક્ઝમબર્ગના નાયબ વડાપ્રધાન અને વિદેશમંત્રી ઝેવિયર બેટેલ તા. ૭થી ૯ સપ્ટેમ્બર ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. તેઓ સોમવારે નવી દિલ્હીમાં વિદેશમંત્રી એસ. જયશંકર સાથે મંત્રણા કર્યા બાદ ચેન્નાઈમાં ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન અને ઉપગ્રહ સંચાર કંપનીના નવા પરિસરની મુલાકાત લેશે.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
