તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
નવી દિલ્હીમાં 'બ્રિક્સ ચીફ જસ્ટિસ ફોરમ'નો ભવ્ય પ્રારંભ: CJI સૂર્યકાન્તે ચીન અને રશિયા સહિત ૧૬ દેશોના વરિષ્ઠ ન્યાયિક વડાઓ સાથે કરી દ્વિપક્ષીય મંત્રણા!
ન્યાયિક પ્રણાલીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ, સરહદ પારના વેપારી વિવાદોના ઉકેલ અને વૈશ્વિક કાનૂની સહયોગ પર ઘડાઈ રણનીતિ: ભોપાલની નેશનલ જ્યુડિશિયલ એકેડેમી દ્વારા તાલીમ આપવા પ્રસ્તાવ

વી દિલ્હી : દેશની રાજધાની નવી દિલ્હી ખાતે ભારતની સુપ્રીમ કોર્ટના યજમાનપદે ત્રણ દિવસીય 'બ્રિક્સ (BRICS) ચીફ જસ્ટિસ ફોરમ'નો અત્યંત ભવ્ય અને ઐતિહાસિક પ્રારંભ થયો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાન્તે બ્રાઝિલ, રશિયા, ચીન, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઈરાન અને યુએઈ સહિતના ૧૬ થી વધુ સભ્ય અને સહયોગી દેશોના ચીફ જસ્ટિસ તેમજ સુપ્રીમ કોર્ટના પ્રમુખોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
વૈશ્વિક ન્યાયિક નેતાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો:
૪ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન આયોજિત આ પરિષદમાં ચીનના ચીફ જસ્ટિસ ઝાંગ જુન, રશિયાના ઈગોર ક્રાસ્નોવ, ઈજિપ્તના બૌલોસ ગાહમી, ઇન્ડોનેશિયાના પ્રો. ડૉ. સુનાર્ટો અને યુએઈના મોહમ્મદ હમાદ અલ બદી સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. CJI સૂર્યકાન્તે તમામ દેશો સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા તેમજ ન્યાયિક ક્ષેત્રે પરસ્પર સમજૂતી કરાર (MoU) કરવા અંગે ફળદાયી ચર્ચાઓ કરી હતી.
વાણિજ્યિક વિવાદોનો ઉકેલ અને રોકાણકારોનો વિશ્વાસ:
પરિષદ દરમિયાન સરહદ પારની વ્યાપારી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે વાણિજ્યિક વિવાદોના ઝડપી ન્યાયિક ઉકેલ, આર્બિટ્રેશન (મધ્યસ્થતા) અને કાર્યક્ષમ કમર્શિયલ કોર્ટ્સની ભૂમિકા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. CJI સૂર્યકાન્તે વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધારવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યસ્થતાનું એક સામાન્ય પ્લેટફોર્મ તૈયાર કરવાનો મહત્વપૂર્ણ પ્રસ્તાવ મૂક્યો હતો.
ન્યાયતંત્રમાં AI અને ટેકનોલોજીનો ઉપયોગ:
આ બેઠકમાં ન્યાયિક પ્રક્રિયાઓને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) અને આધુનિક ટેકનોલોજીના એકીકરણ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ઉપરાંત ભોપાલ સ્થિત નેશનલ જ્યુડિશિયલ એકેડેમી જેવા ઉત્કૃષ્ટ સંસ્થાનો દ્વારા સભ્ય દેશોના ન્યાયાધીશો વચ્ચે વ્યાવસાયિક આદાનપ્રદાન અને ઉત્તમ કાનૂની પદ્ધતિઓ શેર કરવા માટે સહમતિ દર્શાવવામાં આવી હતી.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
