તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
કોલકાતામાં ગર્લફ્રેન્ડને 'કિસ' કરવા બદલ છોકરા અને પિતાની નગ્ન પરેડ કરાવાઈ
'કાં તો છોકરાને ગોળી મારો, કાં તો નગ્ન પરેડ કરો'

કોલકત્તા,તા.૨૭: ગર્લફ્રેન્ડને કિસ કરવા બદલ ૧૭વર્ષનો છોકરો, એના પિતા તથા મિત્રને દક્ષિણ કોલકાતાના વિસ્તારની ગલીઓમાં નગ્ન પરેડ કરાવાઈ એના બીજા દિવસે સોમવારે પોલીસે છોકરીના માતા-પિતા અને મામાની અટક કરી છે.
છોકરાના પિતાએ આક્ષેપ કર્યો કે એમના પર હુમલો કરાયો હતો. ૧૩ વર્ષની છોકરીના મામાએ એમને બંદૂક પકડાવીને જણાવ્યું કે મારે કાંતો મારાં પુત્રને ગોળી મારવી અથવા એની સાથે નગ્નાવસ્થામાં પરેડ કરવી.
ત્રણ જણની ઉપરોકત નગ્ન પરેડથી વિસ્તારના લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. છોકરીના પરિવારે છોકરી-છોકરાને 'કિસ' કરતા ઝડપી લીધા હતા. જેના પગલે છોકરો અને એના મિત્રને એક રૃમમાં પૂરી દઈને છોકરીના માતા-પિતા તથા મામાએ એમના પર હુમલો કર્યો હતો. એ પછી છોકરા પર દબાણ કરી એના પિતાને સ્થળ પર બોલાવડાવ્યા હતા. પિતા ત્યાં પહોંચતા છ જણે એમના પર હુમલો કર્યો. લોકોએ અમારી નગ્ન પરેડનો વિડિયો ઉતાર્યો કે જે અમારાં માટે અત્યંત અપમાનજનક બની રહ્યું હતું, એમ છોકરાના પિતાએ પત્રકારોને કહ્યું.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
