<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

બોયફ્રેન્‍ડ ભાડે મળશેઃ ૩૦ દિવસ માટે ૮૫૦૦ રૂપિયા ભાડું

સોશિયલ મીડિયા પર એક અનોખી અને ચોંકાવનારી એડવર્ટાઇઝ ઝડપથી વાયરલ : કપડા ભાડે આપતી કંપનીએ પોતાના પ્રમોશન માટે બોયફ્રેન્‍ડ રેન્‍ટનો આઈડિયા રજૂ કર્યો

નવી દિલ્‍હી તા.૫: હાલમાં સોશિયલ મીડિયા પર એક અનોખી અને ચોંકાવનારી એડવર્ટાઇઝ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ એડ એવી કંપનીની છે, જે સામાન્‍ય રીતે કપડાં ભાડે આપે છે. પોતાના પ્રમોશન માટે આ નવી એડમાં કંપનીએ કપડાંની જગ્‍યાએ બોયફ્રેન્‍ડ રેન્‍ટનો આઈડિયા રજૂ કર્યો છે. એડમાં દાવો કરવામાં આવ્‍યો છે કે ૮૫૦૦ રૂપિયામાં ૩૦ દિવસ માટે બોયફ્રેન્‍ડ મળી શકે છે. એટલું જ નહીં, ગ્રાહકોને અલગ-અલગ પ્રકારના ૬ બોયફ્રેન્‍ડ પસંદ કરવાના વિકલ્‍પ પણ મળશે, જેમાંથી તેઓ પોતાની પસંદ અને જરૂરિયાત પ્રમાણે પસંદગી કરી શકે છે. આ સમગ્ર ઘટનાની હકીકત શું છે, ચાલો જાણીએ.

જ્‍યારે આ એડ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ્‍સ પર શેર થઈ, ત્‍યારે તરત જ વાયરલ થઈ ગઈ. લાખો લોકોએ એડ જોઈ અને પોતાની પ્રતિક્રિયા આપી. કેટલાક લોકોએ તેને ખૂબ જ મજેદાર અને ક્રિએટિવ ગણાવી, જ્‍યારે ઘણા યુઝર્સે તેને અજીબ અને વિવાદાસ્‍પદ ગણાવ્‍યું. જોકે, કંપની હકીકતમાં, ભાડે બોયફ્રેન્‍ડ આપશે નહીં, આ ફક્‍ત કંપનીની સ્‍માર્ટ માર્કેટિગ સ્‍ટ્રેટેજી છે. કપડાં ભાડે આપતી કંપનીએ પોતાના અસલી પ્રોડક્‍ટને પ્રમોટ કરવા માટે આ અનોખો રસ્‍તો અપનાવ્‍યો છે. એડમાં કંપનીએ બતાવ્‍યું કે તમે અહીંથી ૮૫૦૦ રૂપિયામાં ૬ કપડાં એક મહિના માટે ભાડે અલગ પ્રકારનો કોન્‍સેપ્‍ટ

માર્કેટિગ એક્‍સપર્ટ્‍સનું માનવું છે કે આવા ક્રિએટિવ અને અલગ પ્રકારના એડ આજના ડિજિટલ યુગમાં બ્રાન્‍ડને ઝડપથી લોકપ્રિય બનાવી દે છે. ખાસ કરીને જ્‍યારે કન્‍ટેન્‍ટ થોડું શોકિંગ કે અલગ હોય, ત્‍યારે લોકોનું ધ્‍યાન તરત ખેંચાય છે. આ જ કારણ છે કે આ એડ ઝડપથી વાયરલ થઈ ગઈ. જોકે, કેટલાક લોકોએ આ એડ પર સવાલ પણ ઉઠાવ્‍યા છે. તેમનું કહેવું છે કે આવા કોનસેપ્‍ટ સમાજમાં ખોટો સંદેશ પણ આપી શકે છે. બીજી તરફ, કેટલાક લોકોએ તેને માત્ર મનોરંજનના લ્લષ્ટિકોણથી જોવાની સલાહ આપી છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા વચ્‍ચે એક વાત સ્‍પષ્ટ છે કે કંપની પોતાના ઉદ્દેશ્‍યમાં સફળ રહી છે. આ એડ દ્વારા તેણે માત્ર લોકોનું ધ્‍યાન ખેંચીને પોતાની બ્રાન્‍ડને ચર્ચામાં લાવી દીધું છે.

 

(10:07 AM IST)