<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

બોક્‍સ ઓફિસ પર ‘રામાયણ'નો ઐતિહાસિક ડંકોઃ ભવ્‍ય સફળતા વચ્‍ચે અમિત શાહે ફિલ્‍મની સમગ્ર ટીમ સાથે મુલાકાત કરી

રૂ.૧૭૫૫ કરોડની કમાણી સાથે ‘પુષ્‍પા ૨'ને પછાડી, ગળહમંત્રી અમિત શાહે ટીમને પાઠવ્‍યા અભિનંદન

નવી દિલ્‍હી, તા.૨૬: નિતેશ તિવારી દિગ્‍દર્શિત અને રણબીર કપૂર-સાઈ પલ્લવી અભિનીત મેગા ફિલ્‍મ રામાયણ ભાગ ૧ એ રિલીઝના માત્ર ૨૧ દિવસમાં વિશ્વવ્‍યાપી રૂ.૧૭૫૫ કરોડનું કલેક્‍શન કરીને પુષ્‍પા ૨નો રેકોર્ડ તોડી નાખ્‍યો છે, જેની ભવ્‍ય સફળતા વચ્‍ચે કેન્‍દ્રીય ગળહમંત્રી અમિત શાહે ફિલ્‍મની સમગ્ર ટીમ સાથે મુલાકાત કરીને ભારતીય મહાકાવ્‍યને વૈશ્વિક સ્‍તરે રજૂ કરવા બદલ અભિનંદન પાઠવ્‍યા છે. ૫ નવેમ્‍બર, ૨૦૨૬ ના રોજ વિશ્વભરમાં રિલીઝ થયેલી રામાયણ બોક્‍સ ઓફિસ પર નવા કીર્તિમાન સ્‍થાપિત કરવાની સાથે ઓસ્‍કારની રેસમાં પણ સ્‍થાન મેળવી ચૂકી છે. આ ઐતિહાસિક સિદ્ધિ દરમિયાન કેન્‍દ્રીય ગળહમંત્રી અમિત શાહે ભગવાન રામનું પાત્ર ભજવતા રણબીર કપૂર, સીતાની ભૂમિકા ભજવતી સાઈ પલ્લવી, દિગ્‍દર્શક નિતેશ તિવારી, નિર્માતા નમિત મલ્‍હોત્રા અને પ્રાઇમ ફોકસ બિઝનેસ હેડ નીરજ શાંઘાઈ સાથે ખાસ મુલાકાત કરી હતી. અમિત શાહે ભારતના સૌથી આદરણીય મહાકાવ્‍યને આટલા ભવ્‍ય પાયે રૂપેરી પડદે ઉતારવાના પ્રયાસની પ્રશંસા કરીને આખી ટીમને શુભેચ્‍છાઓ આપી હતી.

ભારત ઉપરાંત થાઇલેન્‍ડ, અમેરિકા, વિયેતનામ અને નેપાળ સહિતના દેશોમાં જબરદસ્‍ત પ્રતિસાદ મેળવી રહેલી આ ફિલ્‍મ હવે ૨,૦૦૦ કરોડના જાદુઈ આંકડા તરફ ઝડપથી આગળ વધી રહી છે. પુષ્‍પા ૨ ને પાછળ છોડ્‍યા બાદ હવે રામાયણ પ્રભાસની બાહુબલી ૨ (રૂ.૧૭૮૮ કરોડ) ના રેકોર્ડની એકદમ નજીક પહોંચી ગઈ છે અને આગામી દિવસોમાં આમિર ખાનની દંગલઁ(રૂ.૨૦૭૦ કરોડ) ના વિશ્વવ્‍યાપી કલેક્‍શનને પણ પાર કરે તેવી પ્રબળ શકયતા છે. 

(2:58 PM IST)