તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
ફિલપકાર્ટમાંથી સાડી ખરીદી, પસંદ ન આવી તો રિટર્ન કરીઃ બેંક એકાઉન્ટમાંથી ઉડી ગયા ૯૯,૫૧૮ રૂપિયા
દિવાળીના તહેવાર ટાણે સાયબર ઠગોએ સામાન્ય પરિવારની દીકરીને મોટો ચૂનો લગાડ્યો

ઈટાવા તા.૨૭: દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, જેના કારણે બજારમાં ખરીદીનો જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે. લોકો બજારની સાથે-સાથે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી પણ ધડાધડ ખરીદી કરી રહ્યા છે. ઓનલાઈન શોપિગનું ચલણ વધતા અને તહેવાર નજીક આવતા સાયબર ઠગો પણ લોકોને ચૂનો લગાવવા માટે અવનવા પેતરા અજમાવી રહ્યા છે. એવામાં એક નાનકડી ભૂલ પણ તમારી બચતને ખતમ કરી શકે છે. ત્યારે ઈટાવામાંથી આવો જ બનાવ સામે આવ્યો છે. જેમાં ફિલપકાર્ટ (Flipkart) પરથી સાડી મંગાવવી એક યુવતીને ભારે પડી છે. સાયબર ઠગોએ તેના બેંક એકાઉન્ટમાંથી ૫ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ૯૯,૫૧૮ રૂપિયા ઉપાડી લીધા છે.
યુવતીનું કહેવું છે કે, જ્યારે તે ફિલપકાર્ટમાંથી મંગાવેલી સાડીને રિટર્ન કરી રહી હતી, ત્યારે સાયબર ઠગોએ તેને પોતાની જાળમાં ફસાવી. તેમણે યુવતીને તેની મોબાઈલ સ્ક્રીન શેર કરવા માટે મનાવી લીધી, જેના દ્વારા તેઓ તેના બેંક એકાઉન્ટ સુધી પહોંચી ગયા અને તેના ખાતામાંથી ૯૯,૫૧૮ રૂપિયા ઉપાડી લીધા છે. સૌથી દુઃખદ વાત એ છે કે આ યુવતીના પરિવારે આ રકમ તેના લગ્ન અને ઘરના સમારકામ (રિનોવેશન) માટે જમા કરી હતી. ખાતામાં બેલેન્સ ઝીરો જોઈને યુવતીના હોશ ઉડી ગયા. તે તેના પિતા સાથે બેંક પહોંચી, પણ ત્યારે બેંક બંધ થઈ ગઈ હતી. હવે આ પરિવાર પોતાની મહેનતની કમાણી પરત મેળવવા માટે જવાબદાર અધિકારી પાસે મદદની વિનંતી કરી રહ્યો છે.
આ ઘટના ઈટાવાના લવેદી પોલીસ સ્ટેશન હેઠળ આવતા બસૈયાહાર ગામમાં બની છે. બસૈયાહાર ગામની આકાંક્ષાએ ફિલપકાર્ટ પરથી ઓનલાઈન સાડી મંગાવી હતી. તેને સાડી પસંદ ન આવતા તેણે તેને પરત (return) કરવાની રિક્વેસ્ટ નાખી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાડી રિટર્ન કરવાની પ્રોસેસ દરમિયાન એક ફોન કોલ દ્વારા તે સાયબર ઠગોની જાળમાં ફસાઈ ગઈ. ફોન કરનાર વ્યક્તિએ તેને પોતાની મોબાઈલ સ્ક્રીન શેર કરવા માટે જણાવ્યું અને એક ગિફટ કાર્ડ કૂપન ખોલવા માટે કહ્યું. ત્યારબાદ યુવતીના સેન્ટ્રલ બેંકના ખાતામાંથી UPI અને ગિફટ કાર્ડ દ્વારા પાંચ વખતમાં કુલ ૯૯ હજાર ૫૧૮ રૂપિયા ઉપડી ગયા.
આમ સાડી રિટર્ન કરવાની પ્રોસેસમાં તેને ૯૯,૫૧૮ રૂપિયાનો ચૂનો લાગી ગયો. આકાંક્ષાનું કહેવું છે, સ્ક્રીન શેર કર્યા બાદ જ્યારે તેણે UPI દ્વારા પોતાનું એકાઉન્ટનું બેલેન્સ ચેક કર્યું, તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે તેના ખાતામાં બેલેન્સ ઝીરો બતાવી રહ્યું હતું. આ પછી તેણે તાત્કાલિક આ અંગે તેના પિતાને જાણ કરી. પછી બંને સીધા સેન્ટ્રલ બેંક પહોંચ્યા, પણ ત્યાં સુધીમાં બેંક બંધ થઈ ચૂકી હતી. ખાતું ખાલી થઈ ગયા બાદ હવે પરિવાર ચિતામાં મૂકાઈ ગયો છે.પરિવારજનો વિચારી રહ્યા છે કે તેમની મહેનતની કમાણી પરત કેવી રીતે મળશે? સાયબર ફ્રોડની આ ઘટનાએ પરિવારની તહેવારની મજા ખરાબ કરી નાખી છે.
આકાંક્ષાના પિતા હેતરામનું કહેવું છે કે, આ પૈસા તેમણે દીકરીના લગ્ન માટે અને ઘરમાં થોડું સમારકામ કરાવવા માટે જમા કર્યા હતા. આ તેમની વર્ષોની મહેનતની કમાણી હતી. જે એક ઝાટકે સાયબર ઠગો ઉઠાવી ગયા છે. હવે પિતા-પુત્રી આ પૈસા પરત અપાવવા માટે પોલીસ અને જવાબદાર લોકોને વિનંતી કરી રહ્યા છે. લાવેદી પોલીસ સ્ટેશનના SHO ગૌરવ કુમારે જણાવ્યું કે, પીડિત પરિવારે હજુ સુધી પોલીસ સ્ટેશનમાં આવીને કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાવી નથી. એકવાર ફરિયાદ મળી જાય, પછી પ્રોસેસ શરૂ કરવામાં આવશે
ઈટાવાની આકાંક્ષા સાથે બનેલી આ કથિત સાયબર છેતરપિંડીથી દરેકે શીખ લેવા જેવી છે. ઓનલાઈન શોપિગ કરતી વખતે ક્યારેય અજાણી લિક પર ક્લિક ન કરવું જોઈએ અને અજાણ્યા કોલ કરનારાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ. કોઈ વ્યક્તિ સાથે બેંક એકાઉન્ટની વિગતો શેર ન કરવી જોઈએ. સાથે જ કોઈની સાથે સ્ક્રીન શેર ન કરવી જોઈ અને અજાણી એપ્લિકેશન ફોનમાં ઈન્સ્ટોલ ન કરવી જોઈએ.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
