હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
BookMyShow પર PM મોદીના કાર્યક્રમનો વર્લ્ડ રેકોર્ડ: મફત રજિસ્ટ્રેશન શરૂ થતાં જ 1 કલાકમાં તમામ સીટો ફૂલ: 42 હજાર વેટિંગમાં!
વડોદરાને મળશે રૂ. 35,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ: 'NaMo for Viksit Bharat'માં ડિજિટલ M-ટિકિટ અને QR કોડથી મળશે એન્ટ્રી

વડોદરા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી 8 સપ્ટેમ્બરના રોજ યોજાનારી વડોદરા મુલાકાત પૂર્વે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા જાહેર પ્રોજેક્ટ્સમાં જનભાગીદારી વધારવા માટે પ્રથમ વખત ખાનગી ટિકિટિંગ પ્લેટફોર્મ 'BookMyShow' પર મફત રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. જ્યાં ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થયાના ગણતરીના 1 કલાકની અંદર જ તમામ સીટો બુક થઈ ગઈ હતી અને 42,000 થી વધુ લોકો વેટિંગ લિસ્ટમાં આવી જતાં આખરે રજિસ્ટ્રેશન બંધ કરવાની નોબત આવી હતી.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ના પેવેલિયન ખાતે યોજાનારા 'NaMo for Viksit Bharat' કાર્યક્રમમાં વર્ષ 2047 સુધીના વિકસિત ભારતના રોડમેપ પર ચર્ચા થશે. જેમાં નાગરિકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉદ્યોગપતિઓ હાજરી આપશે. કાર્યક્રમમાં પ્રવેશ માત્ર BookMyShow એકાઉન્ટ પર મળેલા ઇલેક્ટ્રોનિક M-ટિકિટ અને લાઈવ QR કોડ સ્કેન કરીને જ આપવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
