<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

પૂ.મોરારીબાપુના હસ્‍તે આગ્રામા તખુભાઈ સાંડસુર સંપાદિત પુસ્‍તક‘‘માનસ સનાતન ધર્મ''નુ લોકાર્પણ

રાજકોટઃ તા.૨૩, આગ્રામા પૂ.મોરારીબાપુના વ્‍યાસાસને ‘માનસ ઋષિ પંચમી'રામકથા ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે ગવાઈ રહી છે.તે કથાના છઠ્ઠા દિવસે ત્રણ ગ્રંથોનું વ્‍યાસપીઠને બ્રહ્માર્પણ થયું હતું.જેમાં પૂ.મોરારીબાપુના શ્રીમુખથી ગવાયેલી રામકથા ‘માનસનાતન ધર્મ' દિલ્‍હીને શબ્‍દદેહ આપીને પુસ્‍તક સ્‍વરૂપે તખુભાઈ સાંડસુરે સંપાદિત કરેલું પુસ્‍તક ‘માનસ સનાતન ધર્મ' લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

તખુભાઈ સાંડસુર પત્રકારત્‍વ, શિક્ષણ અને પર્યાવરણ જેવા વિષયો સાથે જોડાયેલા છે.તેમના સંપાદિત અને લિખિત કુલ ૧૨ જેટલા પુસ્‍તકો છે.પૂ.મોરારીબાપુએ આ ગ્રંથને આશીર્વાદ આપીને પોતાની પ્રસન્નતા વ્‍યક્‍ત કરી હતી.કવિ  નિતીન વડગામા સાથે જોડાયાં હતાં.(તખુભાઈ સાંડસુર મો. ૯૪૨૭૫ ૬૦૩૬૬

(1:33 PM IST)