તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
વર્ષ ૨૦૨૬-૨૭ની ખાંડ મોસમ માટે બૉમ્બે સુગર મર્ચન્ટ્સ એસોસિયેશનનો મોટો પ્રસ્તાવ: ઉત્પાદન નીતિમાં સાવચેતીનો અભિગમ અપનાવવા સરકારને વિશેષ અનુરોધ
દેશમાં ખાંડના અંદાજ અને વાસ્તવિક ઉત્પાદન વચ્ચેના તફાવતને ધ્યાનમાં રાખીને જાન્યુઆરી સુધી ઈથેનોલ તરફ વળતર પર કાબૂ રાખવા સલાહ: સ્થાનિક બજારમાં ભાવ અને પુરવઠો સ્થિર રાખવા માગ

નવી મુંબઈ : આગામી તહેવારોની મોસમમાં સ્થાનિક બજારોમાં ખાંડનો પુરવઠો અને તેના ભાવ વાજબી સ્તરે જળવાઈ રહે તે હેતુસર, આગામી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી વર્ષ ૨૦૨૬-૨૭ની ખાંડ મોસમમાં સરકારે ૧૫ ઓક્ટોબરથી પિલાણ શરૂ કરવાના લીધેલા નિર્ણયને બૉમ્બે સુગર મર્ચન્ટ્સ એસોસિયેશને આવકાર્યો છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં ખાંડના અંદાજ અને વાસ્તવિક ઉત્પાદન વચ્ચે મોટો તફાવત જોવા મળતો હોવાથી, આ બાબતે ગંભીર સમીક્ષા કરીને નીતિ ઘડવા એસોસિયેશને કેન્દ્રીય ખાદ્ય સચિવને ભારપૂર્વક અનુરોધ કર્યો છે.
બૉમ્બે સુગર મર્ચન્ટ્સ એસોસિયેશનના પ્રમુખ અશોક જૈને ખાદ્ય સચિવને મોકલેલા પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે દેશમાં વાર્ષિક ધોરણે ખાંડની વપરાશી માગ આશરે ૨૯૫ લાખ ટનની છે અને નવી મોસમના આરંભે ૫૫ થી ૬૦ લાખ ટનનો સુરક્ષિત સ્ટોક જાળવવો અનિવાર્ય છે. ઉત્પાદન ડેટાની અનિશ્ચિતતાને દૂર કરવા માટે સરકારે જાન્યુઆરી માસ સુધી શેરડીનો ઉપયોગ માત્ર અને માત્ર ખાંડના ઉત્પાદન માટે જ થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. તે સમયગાળા બાદ જ વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં રાખીને શેરડીના રસ કે ખાંડને ઈથેનોલ ઉત્પાદન તરફ વાળવા અંગેનો વિચાર કરવો યોગ્ય રહેશે.
એસોસિયેશનના મતે, જાન્યુઆરી સુધીમાં ખાંડનું ઉત્પાદન, શેરડીની ઉપલબ્ધિ, રિકવરી રેટ અને વાસ્તવિક પુરવઠાના સચોટ આંકડા સરકાર સામે આવી જશે, જેનાથી ઈથેનોલ માટે કેટલી ફાળવણી કરવી તેની સ્પષ્ટ રૂપરેખા તૈયાર થઈ શકશે. આ સાવચેતીભર્યા અભિગમથી સ્થાનિક બજારમાં ગ્રાહકો માટે ખાંડની પૂરતી ઉપલબ્ધિ સુનિશ્ચિત થશે અને ભાવમાં અસ્થિરતા અટકાવી શકાશે.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
