તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર ફરી ભારે વિવાદમાં: રામ મંદિર ચુકાદા પર હિન્દુ હોવા અંગે આપ્યું શરમજનક નિવેદન, બોલિવૂડના ખાન કલાકારોની માંગી હતી માફી
૨૦૧૯માં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયથી અસંતોષ વ્યક્ત કરી આમિર, શાહરૂખ અને સલમાન ખાનને મેસેજ કર્યાનો દાવો; સોશિયલ મીડિયા પર યુઝર્સે ઉગ્ર આક્રોશ સાથે કરી આકરી ટ્રોલ

મુંબઈ, તા.૧૭: પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહેતી બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર ફરી એકવાર ગંભીર વિવાદના વટોળમાં સપડાઈ છે. વર્ષ ૨૦૧૯માં અયોધ્યા રામ જન્મભૂમિ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ઐતિહાસિક ચુકાદા અંગે સ્વરાએ અત્યંત આપત્તિજનક નિવેદન આપ્યું છે. એક ખાસ ઈન્ટરવ્યુ દરમિયાન સ્વરાએ ખુલાસો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટના એ નિર્ણયથી તે ખુબ પરેશાન હતી અને તે સમયે એક હિન્દુ હોવાના નાતે તેને ભારે શરમ અનુભવાઈ હતી.
સ્વરા ભાસ્કરે વધુમાં દાવો કર્યો હતો કે કોર્ટનો ચુકાદો આવ્યા બાદ તેણે તરત જ બોલિવૂડના સુપરસ્ટાર્સ આમિર ખાન, શાહરૂખ ખાન અને સલમાન ખાન સહિત પોતાના તમામ મુસ્લિમ મિત્રોનો સંપર્ક કર્યો હતો. તેણે તેઓને મેસેજ મોકલીને લખ્યું હતું કે, "એક હિન્દુ હોવાના નાતે હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે મને ખૂબ દુઃખ છે. મને આ નિર્ણય પર શરમ આવે છે અને હું તેની સાથે બિલકુલ સહમત નથી." સ્વરાના આ નિવેદનથી હિન્દુ સમુદાય અને સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે ગુસ્સાની લહેર દોડી ગઈ છે.
આ નિવેદન સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો સ્વરા ભાસ્કરને આકરા શબ્દોમાં ટ્રોલ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે લાઇમલાઇટમાં રહેવા અને બોલિવૂડમાં કામ મેળવવા માટે તે આવા સ્ટોંટ કરી રહી છે. એક યુઝરે આક્રોશ વ્યક્ત કરતા લખ્યું કે, "અમને પણ તમને હિન્દુ કહેતા શરમ આવે છે," જ્યારે અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે આવી વિવાદાસ્પદ વ્યક્તિને સિનેમા કે ઇન્ડસ્ટ્રીમાં ક્યાંય કામ ન મળવું જોઈએ. નોંધનીય છે કે ૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે સર્વસંમતિથી રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો અને મસ્જિદ માટે પણ અલગથી પાંચ એકર જમીન ફાળવી હતી.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
