તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવની મુશ્કેલીઓ વધીઃ વધુ એક ચેક બાઉન્સ કેસ દાખલ
જાણીતા સેલેબ્રીટી મેનેજર પ્રકાશ જાજુએ અભિનેતા સામે દાવો દાખલ કર્યોઃ ભારે ચર્ચા

મુંબઇઃ હિન્દી સિનેમાના જાણીતા કોમેડિયન અને અભિનેતા રાજપાલ યાદવ કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. મનોરંજન જગતના જાણીતા સેલિબ્રિટી મેનેજર પ્રકાશ જાજુએ અભિનેતા સામે નાણાકીય છેતરપિંડીનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ વિવાદ લોનની રકમ પરત ન કરવાના કારણે શરૂ થયો છે. પ્રકાશ જાજુએ આ મામલે કોર્ટના દ્વાર ખખડાવીને અભિનેતા સામે ચેક બાઉન્સનો કેસ દાખલ કર્યો છે, જેના કારણે બોલિવૂડ ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી છે.
બોલિવૂડના પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા રાજપાલ યાદવની કાનૂની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે તેમની સામે ચેક બાઉન્સનો વધુ એક નવો ગુનો નોંધાયો છે. પ્રિયંકા ચોપરાના ભૂતપૂર્વ મેનેજર અને પ્રોડ્યુસર પ્રકાશ જાજુએ અભિનેતા સામે આ ગંભીર કાનૂની કાર્યવાહી કરી છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ આ ગુનો નોંધીને કોર્ટે સમન પણ જાહેર કરી દીધું છે.
મનોરંજન જગતના જાણીતા સેલિબ્રિટી મેનેજર પ્રકાશ જાજુએ અભિનેતા સામે નાણાકીય છેતરપિંડીનો ગંભીર આક્ષેપ કર્યો છે. પ્રકાશ જાજુના જણાવ્યા અનુસાર આ સમગ્ર વિવાદ 25 લાખ રૂપિયાની બાકી રકમનો છે. અભિનેતાએ ચૂકવેલો 5 લાખ રૂપિયાનો ચેક બેંકમાંથી બાઉન્સ થતાં આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. પ્રકાશ જાજુએ આર્થિક મદદના ભાગરૂપે માર્કેટ રેટ કરતાં ખૂબ જ ઓછા એટલે કે દર મહિને માત્ર 2 ટકા વ્યાજ દરે લોન આપી હતી. આટલી રાહત આપવા છતાં રાજપાલ યાદવે લાંબા સમય સુધી અસલ રકમ કે વ્યાજ ચૂકવ્યું નથી.
પ્રકાશ જાજુએ એવો પણ દાવો કર્યો છે કે, અભિનેતાની સગવડ માટે વ્યાજની રકમ માફ કરી દીધી હતી. અને માત્ર પોતાની અસલ રકમ જ પાછી માંગી હતી. આ વાતને 4 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં કોઈ નાણાકીય ચૂકવણી કરવામાં આવી નથી. જ્યારે પણ પૈસા પરત માંગવામાં આવતા ત્યારે અભિનેતા તરફથી માત્ર બહાના અને તીખા જવાબો જ મળતા હતા. આખરે કંટાળીને તેમણે ઈન્દોર પાસે આવેલા મહો (Mhow) ખાતે કાનૂની કેસ દાખલ કરવાનો નિર્ણય કર્યો હતો.
અભિનેતા રાજપાલ યાદવ માટે વર્ષ 2026 આર્થિક રીતે ખૂબ જ ખરાબ સાબિત થઈ રહ્યું છે. આ જ વર્ષે તેઓ અગાઉ 9 કરોડ રૂપિયાના એક મોટા ચેક બાઉન્સ કેસમાં જેલની સજા ભોગવી ચૂક્યા છે. વર્ષ 2010 માં તેમણે 'અતા પતા લાપતા' ફિલ્મ બનાવવા માટે 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થતાં તેઓ લોન ચૂકવી શક્યા ન હતા અને વ્યાજ સાથે આ રકમ 9 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. આ મામલામાં ફેબ્રુઆરી 2026 માં તેમણે 12 દિવસ સુધી તિહાર જેલમાં રહેવું પડ્યું હતું.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
