તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
પ્રભાસની ફિલ્મના સેટ પર જંતુના કરડવાથી ટેલીવુડના જાણીતા વિલન અને બોલીવૂડના અભિનેતા રાજેશ શર્માને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા
જંતુના કરડવાને કારણે તેમને એલર્જિક રિએક્શન આવ્યું હતુ, પ્રાથમિક સારવાર અને જરૂરી દવાઓ આપ્યા બાદ હવે તેમની તબિયત સ્થિર છે અને તેઓ જોખમની બહાર : તબીબોનુ તારણ

હૈદરાબાદ તા.૯ : ટેલીવુડ અને બોલીવુડના જાણીતા અભિનેતા રાજેશ શર્માને પ્રભાસની આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન જંતુ કરડવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.
મળતી માહિતી મુજબ રાજેશ શર્મા હાલ પ્રભાસની મોટા બજેટની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા. શૂટિંગ સેટ પર જ તેમને કોઈ જંતુએ કરડ્યું હતું. શરૂઆતમાં તેને સામાન્ય માનવામાં આવ્યું, પરંતુ ત્યારબાદ તબિયત બગડતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
ડોક્ટરોના જણાવ્યા મુજબ જંતુના કરડવાને કારણે તેમને એલર્જિક રિએક્શન આવ્યું હતું. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અને જરૂરી દવાઓ આપ્યા બાદ હવે તેમની તબિયત સ્થિર છે અને તેઓ જોખમની બહાર છે.
ફિલ્મના યુનિટ અને ચાહકો રાજેશ શર્માના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. ડોક્ટરોએ હાલ તેમને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે.
રાજેશ શર્મા ‘બાહુબલી’, ‘સાહો’ સહિત અનેક સાઉથ અને હિન્દી ફિલ્મોમાં વિલનના રોલ માટે જાણીતા છે.
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
