તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
બૉલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનને ખાલિસ્તાની સંગઠન તરફથી ગંભીર ધમકી: નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન માટે ઇનામની જાહેરાત
સિખ્સ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા ૧૯૮૪ના રમખાણોના પુરાણા વિવાદને આગળ ધરીને પિતા-પુત્રને નિશાન બનાવવામાં આવ્યા છે.

મુંબઈ : પ્રતિબંધિત અલગતાવાદી સંગઠન 'સિખ્સ ફોર જસ્ટિસ' (એસએફજે)ના પ્રમુખ ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને મુંબઈ સ્થિત તેમના 'જલસા' નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન કરવાની ધમકી આપવાની ઘટના સામે આવી છે.
મળતી વિગતો મુજબ આ સંગઠન દ્વારા આગામી ૧૯ નવેમ્બરથી ૨૭ નવેમ્બર વચ્ચે અભિનેતાના ઘર બહાર 'ખાલિસ્તાન જલસા'નું આયોજન કરવા માટે સમર્થકોને આહ્વાન કરવામાં આવ્યું છે અને તે માટે ૧૧ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત પણ કરવામાં આવી છે.
પન્નુએ ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના સમયના જૂના અને વિવાદાસ્પદ આક્ષેપોને ટાંકીને અમિતાભ બચ્ચનને નિશાન બનાવ્યા છે, જોકે અભિનેતા દ્વારા અગાઉ પણ આ તમામ આરોપોને સદંતર નકારી કાઢવામાં આવ્યા છે.
આ ધમકીની સાથે જ ગેંગસ્ટર ગોલ્ડી ધિલ્લોન દ્વારા સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચ અને અભિષેક બચ્ચનને જાનથી મારી નાખવાની ચેતવણી આપતી પોસ્ટ શેર કરવામાં આવતા મનોરંજન જગતમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
અગાઉ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા મુંબઈમાંથી કેટલાક શૂટરોની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ કથિત રીતે આ હુમલાના કેસમાં સંડોવાયેલા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે આગળની કડક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
