<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

બંગલાદેશમાં હિન્‍દુ પૂજારીનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્‍યો

એક પોલીસ-અધિકારીએ જણાવ્‍યું હતું કે આ હત્‍યાનો મામલો છે કે આત્‍મહત્‍યાનો એની અમને ખાતરી નથી

ઢાકા,તા.૨૮: સાઉથ ઈસ્‍ટ બંગલાદેશમાં ઘરેથી ગુમ થયાના ૩ દિવસ પછી એક હિન્‍દુ મંદિરના કેરટેકર-કમ-પૂજારીનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્‍યો હતો. આ સંદર્ભમાં લઘુમતી ગ્રુપે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી. એક પોલીસ-અધિકારીએ જણાવ્‍યું હતું કે આ હત્‍યાનો મામલો છે કે આત્‍મહત્‍યાનો એની અમને ખાતરી નથી. બે અજાણ્‍યા માણસો ૪૦ વર્ષના નયન સાધુને ૧૯ એપ્રિલે મોડી સાંજે પોતાની સાથે લઈ ગયા હતા અને ૩ દિવસ પછી તેનો મૃતદેહ ગામની બહારના એક ટેકરી વિસ્‍તારમાં ઝાડ પર લટકતો મળી આવ્‍યો હતો.

(4:44 PM IST)