તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Wednesday, 4th November 2026
૧૭ દિવસથી ગુમ થયેલા વકીલ અને પૂર્વ નગરસેવકનો ઊંડી ખીણમાંથી મૃતદેહ મળતાં ચકચાર: આરોપીની નિશાનદેહી ઉપર પોલીસ અને ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો : માતાએ હત્યાની આશંકા વ્યક્ત કરી : ઉત્તરાખંડના બાગેશ્વરમાં ભારે રોષ

બાગેશ્વર, તા. ૪ : ઉત્તરાખંડના બાગેશ્વરમાં વકીલ અને પૂર્વ નગરસેવક ધીરેન્દ્ર પરિહારનો મૃતદેહ નદીગાંવ રોડ ઉપર થુણાઈ નજીક ડિગર પાતલની ઊંડી ખીણમાંથી મળી આવતાં ચકચાર મચી ગઈ છે. પોલીસના જણાવ્યા મુજબ એક આરોપીની પૂછપરછમાં મળેલી માહિતીના આધારે સ્થળની શોધખોળ કરવામાં આવી હતી.
ખીણ અત્યંત ઊંડી અને રસ્તો દુર્ગમ હોવાથી પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમોએ સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરી મૃતદેહ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ મોકલાયો હતો.
ધીરેન્દ્ર પરિહાર ૧૭ ઓક્ટોબરથી ગુમ હતા. તેમની માતા નંદી પરિહારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગુમશુદગી બાદ પોલીસની કામગીરીથી નારાજ વેપારીઓ, વકીલો અને સ્થાનિક લોકોએ રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું. પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી છે. મૃત્યુનું ચોક્કસ કારણ અને ઘટનામાં અન્ય કોઈની સંડોવણી અંગે પોલીસ તપાસ ચાલુ છે.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
