તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
હૈદરાબાદના પોશ વિસ્તારમાં લોહીલુહાણ ખેલ: નિવૃત્ત IPS અધિકારીની પત્નીની ઘરમાં જ ગળું કાપી ક્રૂર હત્યા, લાખોની લૂંટ ચલાવી નેપાળી નોકર ફરાર
જ્યુબિલી હિલ્સ જેવા હાઈ-પ્રોફાઇલ વિસ્તારમાં સુરક્ષાના ધજાગરા: સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ હિલચાલ કેદ, પોલીસની અનેક ટીમો હત્યારા નોકરને પકડવા રવાના

હૈદરાબાદ: તા.૦૮ તેલંગાણાની રાજધાની હૈદરાબાદના અત્યંત પોશ ગણાતા જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક નિવૃત્ત આઈપીએસ (IPS) અધિકારીની પત્નીની તેમના જ ઘરમાં અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ ઘરમાં કામ કરતો નેપાળી મૂળનો નોકર ગુમ હોવાથી પોલીસને તેની પર મુખ્ય શંકા છે. પ્રાથમિક તપાસ મુજબ, લૂંટના ઈરાદે આ હત્યા કરવામાં આવી હોવાનું જણાય છે.
નિવૃત્ત પોલીસ અધિકારીના નિવાસસ્થાને જ્યારે આ ઘટના બની ત્યારે ઘરમાં અન્ય કોઈ હાજર નહોતું. હત્યારાઓએ મહિલાનું ગળું કાપી નાખ્યું હતું અને ઘરમાંથી કિંમતી ઘરેણાં તથા રોકડ રકમની લૂંટ ચલાવી હતી. જ્યારે અધિકારી ઘરે પરત ફર્યા ત્યારે પત્નીને લોહીલુહાણ હાલતમાં જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસને ઘટનાસ્થળેથી સંઘર્ષના નિશાન પણ મળી આવ્યા છે, જે સૂચવે છે કે મહિલાએ પોતાનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હશે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઘરમાં છેલ્લા કેટલાક સમયથી કામ કરતો નેપાળી નોકર ઘટના બાદથી જ ગાયબ છે અને તેનો ફોન પણ બંધ આવી રહ્યો છે. પોલીસની સાત જેટલી ટુકડીઓ બનાવવામાં આવી છે, જે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને એરપોર્ટ પર તપાસ કરી રહી છે. આ સિવાય નેપાળ બોર્ડર પર પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ હાઈ-પ્રોફાઇલ હત્યાકાંડને કારણે હૈદરાબાદના ચુસ્ત સુરક્ષા ધરાવતા વિસ્તારોમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
