તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
ભાજપનો સંગઠનાત્મક ફેરફારઃ દિલ્હી-પંજાબ સહિત ૪ રાજયોના પ્રદેશ પ્રમુખોની નિમણૂક
કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રાને દિલ્હીની કમાન, પંજાબમાં જાટ કાર્ડ અને હરિયાણામાં મહિલા નેતળત્વ પર દાવ

નવી દિલ્હી, તા.૨૮: ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં ધરખમ ફેરફારો કરતા દિલ્હી, પંજાબ, હરિયાણા અને ત્રિપુરામાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક કરી છે. આ ફેરફારોમાં સૌથી મહત્વનો ચહેરો હર્ષ મલ્હોત્રા છે, જેમને વીરેન્દ્ર સચદેવાના સ્થાને દિલ્હી ભાજપના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. પૂર્વ દિલ્હીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મલ્હોત્રાનો MCD મેયરથી લઈને કેબિનેટ સુધીનો અનુભવ હવે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સામે ભાજપની રણનીતિને ધાર આપશે. ગૌતમ ગંભીરની વિદાય બાદ ટૂંકા ગાળામાં જ મલ્હોત્રાનો પક્ષમાં વધેલો ગ્રાફ તેમની સંગઠનાત્મક ક્ષમતા પર મહોર મારે છે.
બીજી તરફ, પંજાબ અને હરિયાણા જેવા કળષિ પ્રભુત્વ ધરાવતા રાજ્યોમાં ભાજપે નવા સમીકરણો સાધવાનો પ્રયાસ કર્યો છે. પંજાબમાં સુનીલ જાખરના સ્થાને પૂર્વ કોંગ્રેસી અને પ્રભાવશાળી જાટ શીખ નેતા કેવલ સિંહ ધિલ્લોનને સુકાન સોંપાયું છે, જે પક્ષને માલવા બેલ્ટમાં મજબૂત કરવા માટે મહત્વના સાબિત થઈ શકે છે. હરિયાણામાં પક્ષે પરંપરાગત રાજનીતિથી હટીને ડૉ. અર્ચના ગુપ્તા જેવા સક્રિય મહિલા નેતાને જવાબદારી સોંપી છે. અર્ચના ગુપ્તાનો સ્ણ્ભ્ અને મહિલા મોરચા સાથેનો જૂનો નાતો ભાજપના કેડર બેઝને વધુ સક્રિય કરવામાં મદદરૂપ થશે.
પૂર્વોત્તરના રાજ્ય ત્રિપુરામાં પણ ભાજપે યુવા લોહીને આગળ કરીને અભિષેક દેબરોયને સત્તા સોંપી છે. ધારાસભ્ય તરીકે સક્રિય દેબરોય હવે પક્ષના સંગઠનને પાયાના સ્તરે મજબૂત કરવાનું કામ કરશે. ભાજપના આ ચોગ્ગાએ રાજકીય વર્તુળોમાં સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા પક્ષ કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવા માંગતું નથી. જૂના જોગીઓના સ્થાને મંત્રીમંડળના સભ્યો અને પાયાના કાર્યકરોને પ્રમુખ પદ આપીને હાઈકમાન્ડે સત્તા અને સંગઠન વચ્ચે સંતુલન જાળવવાનો મોટો માસ્ટરસ્ટ્રોક ખેલ્યો છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
