<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

પશ્ચિમ બંગાળમાં ભાજપના આંતરિક સર્વેમાં ૧૯૦થી વધુ બેઠકો મળવાનો મોટો દાવોઃજંગી બહુમતી

સાથે સરકાર બનાવવાનો ભાજપના નેતાઓનો પ્રબળ આશાવાદ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્‍ચે એક અત્‍યંત ચોંકાવનારો અહેવાલ સામે આવ્‍યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા એક આંતરિક મૂલ્‍યાંકન અને સર્વે મુજબ, બંગાળમાં આ વખતે મોટો ઉલટફેર થવાની પૂરેપૂરી સંભાવના છે.

આ સર્વેમાં દાવો કરવામાં આવ્‍યો છે કે પક્ષ આ ચૂંટણીમાં ૧૯૦થી વધુ બેઠકો પર ઐતિહાસિક જીત મેળવી શકે છે. જો આ આંકડાઓ સાચા પડશે તો બંગાળના રાજકારણમાં એક નવો ઇતિહાસ લખાશે.

પક્ષના કાર્યકરો અને નેતાઓમાં આ અહેવાલ બાદ ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ જંગી બહુમતી સાથે સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે.

ઓનલાઈન માધ્‍યમોમાં પણ આ આંતરિક સર્વેની ભારે ચર્ચા જાગી છે અને લોકો તેના પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. જોકે, ચૂંટણી પરિણામો જ આ દાવાઓની સાચી વાસ્‍તવિકતા સાબિત કરશે.

(2:51 PM IST)