News of Thursday, 23rd April 2026
રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભાજપનો ભવ્ય રોડ-શો : કેસરીયા માહોલ વચ્ચે જનમેદની ઉમટી : જુઓ વિડીયો
ત્રિકોણ બાગથી સોની બજાર સુધીના રાજમાર્ગો પર ઉમટેલા જનસૈલાબ અને કાર્યકર્તાઓના પ્રચંડ ઉત્સાહ સાથે વાતાવરણ ભાજપામય બન્યું : સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા અને રામભાઈ મોકરિયા સહિતના દિગ્ગજ નેતાઓની વિશેષ ઉપસ્થિતિ

LIVE: રાજકોટ ખાતે ભવ્ય રોડ શોમાં જનતાનો અદ્ભુત ઉત્સાહ અને અપાર સમર્થન..#કમળ_ખીલશે_વિકાસ_જીતશે https://t.co/VoZow4jcEF
— Harsh Sanghavi (@sanghaviharsh) April 23, 2026
રાજકોટ:ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આજે રાજકોટ મહાનગર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. આ આયોજનમાં મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદની અને કાર્યકર્તાઓના નારાઓથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. રોડ-શો દરમિયાન રસ્તાની બંને બાજુએ ઉભેલા નાગરિકોએ નાયબ મુખ્યમંત્રી અને અન્ય નેતાઓનું અભિવાદન ઝીલ્યું હતું.
રોડ-શોનો રૂટ અને વિગતો
રાજકોટના હાર્દ સમાન ત્રિકોણ બાગ ખાતેથી આ ભવ્ય રોડ-શોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રેલી સ્વરૂપે આગળ વધેલો આ રોડ-શો શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે સાંગણવા ચોક, ધર્મેન્દ્ર રોડ, ઘી-કાંટા રોડ, કંસારા બજાર અને સોની બજારમાંથી પસાર થયો હતો. ત્યારબાદ પેલેસ રોડ અને બાલાજી મંદિર થઈને આ રોડ-શો પુનઃ ત્રિકોણ બાગ ખાતે પહોંચ્યો હતો, જ્યાં તેનું ધામધૂમથી સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર રૂટ દરમિયાન ઠેર-ઠેર ભાજપના સમર્થકો દ્વારા પુષ્પવર્ષા કરીને નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
દિગ્ગજ નેતાઓની હાજરી:
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પરષોત્તમભાઇ રૂપાલા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, રાજકોટ મહાનગર ભાજપ અધ્યક્ષ ડૉ. માધવભાઈ દવે તથા સ્થાનિક ધારાસભ્યો અને સંગઠનના અનેક વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ નેતાઓએ જનતાનો આભાર માન્યો હતો અને આગામી ચૂંટણીઓમાં પ્રચંડ વિજયનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભાજપામય બન્યું વાતાવરણ:
રોડ-શોના સમગ્ર રૂટ દરમિયાન દેશભક્તિના ગીતો અને ભાજપ સમર્થિત સંગીતની સુરાવલીઓ રેલાઈ હતી. કાર્યકર્તાઓનો અપાર ઉત્સાહ અને જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ એ બાબતની પ્રતિતિ કરાવી રહ્યો હતો કે આગામી સમયમાં ભાજપનો વિજય નિશ્ચિત છે. શિસ્તબદ્ધ રીતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકોટની જનતાએ જે પ્રકારે આવકાર આપ્યો છે તે જોઈને પ્રદેશ ભાજપ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળાએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ રોડ-શો દ્વારા ભાજપે રાજકોટમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરીને ચૂંટણી માહોલને વધુ ગરમાવ્યો છે.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
