તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
વોટ લૂંટયા BJP પાપા, લોકશાહી ચોરી યસ પાપા
દિલ્હીની રેલીમાં મમતા બેનર્જીની કવિતા વાયરલ‘...જોની, જોની, યસ પાપા' બાળગીતનો સંદર્ભ આપીને ભાજપ અને ચૂંટણી કમિશનર પર કટાક્ષ કર્યો : ચૂંટણી પ્રક્રિયા અને ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા

નવી દિલ્હી,તા.૦૨: દિલ્હીમાં ‘INDIA‘ ગઠબંધનની એક વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં વિરોધ પક્ષોના અનેક દિગ્ગજ નેતાઓ સામેલ રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશભરમાંથી લોકો દિલ્હી પહોંચ્યા હતા. રેલી દરમિયાન, પヘમિ બંગાળના પૂર્વ મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધ્યું હતું. પヘમિ બંગાળમાં મળેલી ચૂંટણી હાર અંગે તેમણે કહ્યું કે તેમનો પક્ષ લોકશાહી પદ્ધતિથી તેનો જવાબ આપશે. પોતાના ભાષણમાં, મમતા બેનર્જીએ ‘જોની, જોની, યસ પાપા‘ (Johnny, Johnny, Yes Papa) બાળગીતનો સંદર્ભ આપીને ભાજપ અને ચૂંટણી કમિશનર પર કટાક્ષ કર્યો હતો. તેમણે ચૂંટણી પ્રક્રિયા અને ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન‘ (SIR) અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
મમતા બેનર્જીએ દાવો કર્યો કે પヘમિ બંગાળ ‘SIR‘ પ્રક્રિયાનો ભોગ બન્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યમાં એક કરોડથી વધુ મતદારોના મતાધિકાર છીનવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું, SIR નો અર્થ વાસ્તવમાં ‘ભાજપ માટે વિશેષ પ્રોત્સાહક રાહત‘ થાય છે. લોકશાહી, બંધારણ અને આપણા અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. બંગાળમાં એક કરોડથી વધુ મતદારોના અધિકારો છીનવી લેવાયા છે. આપણે ન્યાયપૂર્ણ રીતે હાર્યા નથી; પરંતુ આપણને હરાવવામાં આવ્યા છે. આપણે તેનો બદલો લઈશુંપરંતુ લોકશાહી રીતે. આપણે આપણી લડત ચાલુ રાખીશું. અમે પીછેહઠ નહીં કરીએ. ભલે અમારે જીવ પણ આપવો પડે, તો પણ અમે લડીશું. અમે લોકશાહીને બચાવીશું.
પોતાના ભાષણમાં મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ચૂંટણીમાં ગેરરીતિ આચરવામાં આવી હતીએટલે કે ચૂંટણીને એક રીતે ‘હાઈજેક‘ (કબજે) કરી લેવામાં આવી હતી. ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેઓ તેમના રાજીનામાની રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદ, તેમણે જપની, જોની, યસ પાપાની તર્જ પર એક પંક્તિ સંભળાવીઃ વેનીશ, વેનીશ યેસ પાપા! વોટ ચોરી એસ પાપા! લોકતંત્ર ચોરી યેસ પાપા! લૂંટ કિયા BJP પાપા!'' એવી કવિતા પણ ગાઈ હતી.
પોતાના ભાષણમાં મમતા બેનર્જીએ લોકોને ભાજપને સત્તા પરથી હટાવવાની અપીલ પણ કરી. તેમણે કહ્યું, શું આપણને ભાજપ જોઈએ છે? ના! શું આપણને જ્ઞાનેશ કુમાર જોઈએ છે? ના! તેમણે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હોદ્દા પરથી હટાવવાની માગ કરી અને સ્પષ્ટ કર્યું કે હવે પછીની કોઈપણ ચર્ચા તે પછી જ થશે. મમતા બેનર્જીએ પુનરોચ્ચાર કર્યો કે પヘમિ બંગાળમાં ચૂંટણી દરમિયાન તેમની સાથે અન્યાય થયો છે અને તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમનો પક્ષ લોકશાહી રીતે આનો જવાબ આપશે
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
