News of Monday, 9th November 2026
યુપીમાં ચૂંટણીની અદાવતમાં જ ભાજપના ધારાસભ્ય અર્ચના પાંડેના પારિવારિક ભાઈ અને એડવોકેટ અનુજ કુમારની ગોળી મારી હત્યા
મુખ્ય આરોપી કોંગ્રેસ જિલ્લા મહાસિચવ અમૂલ દીક્ષિત હોવાનો આરોપ: ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનો દાવો કરાયો

ઉત્તર પ્રદેશમાં દિવાળીની રાતે જ ભયાનક લોહિયાળ ઘટના સામે આવી છે. અહીં ચૂંટણીની અદાવતમાં જ ભાજપના ધારાસભ્ય અર્ચના પાંડેના પારિવારિક ભાઈ અને એડવોકેટ અનુજ કુમાર ચતુર્વેદીની ગોળી મારી હત્યા કરી દેવાતા ખળભળાટ મચી ગયો હતો.આ ઘટનાને કારણે રાજકારણ પણ ગરમાયુ અને દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી. મુખ્ય આરોપી કોંગ્રેસ જિલ્લા મહાસિચવ અમૂલ દીક્ષિત હોવાનો દાવો કરાયો છે જે ઘટના બાદથી ફરાર છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ માટે પાંચ ટીમને તહેનાત કરી હતી.
ઉલ્લખનીય છે કે દિવાળીની રાતે જ આ ખૂની ખેલ ખેલાયો હતો અને છિબરામઉ પોલીસ સ્ટેશનની હદમાં એડવોકેટ અનુજ કુમારને ગોળી મારી દેવામાં આવી હતી. આ સનસનાટી મચાવતી ઘટનાને અંજામ આપવાનો આરોપ અમૂલ દીક્ષિત પર લાગ્યો છે. તેણે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનો દાવો
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
