તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th April 2026
TMCની સરકાર ઉથલાવવા ભાજપે રૂ.૧,૦૦૦ કરોડની ડીલ કરીઃ મમતા
લઘુમતી મતોના વિભાજન માટે ૧,૦૦૦ કરોડ રૂપિયાની ડીલ પેટે ૨૦૦ કરોડ રૂપિયા એડવાન્સ તરીકે મળ્યા : હુમાયુ કબીરના કથિત વીડિયો સંદર્ભે તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીના ભાજપ પર પર આક્ષેપ

નવી દિલ્હી,તા.૧૩: ભાજપે પヘમિ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને સત્તા પરથી હટાવવા માટે ‘‘૧,૦૦૦ કરોડ રૂપિયાની ડીલ'' કરી છે તેવો આક્ષેપ પヘમિ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કર્યો છે. આમ બન્ને પક્ષો વચ્ચે રાજકીય ગરમાવો વધ્યો છે.
તેમણે આ દાવો એક વાયરલ વીડિયોના સંદર્ભમાં કર્યો હતો, જેમાં ‘આમ જનતા ઉન્નયન પાર્ટી'ના વડા હુમાયુ કબીર કથિત રીતે એમ કહેતા સંભળાય છે કે તેઓ મમતા સરકારને ઉથલાવવા માટે ભાજપના નેતાઓના સંપર્કમાં છે. વીડિયોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે લઘુમતી મતોના વિભાજન માટે ૧,૦૦૦ કરોડ રૂપિયાની ડીલ પેટે ૨૦૦ કરોડ રૂપિયા એડવાન્સ તરીકે મળ્યા છે. જોકે, સમાચાર એજન્સી આ વીડિયોની સત્યતાની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી શકી નથી. બાંકુડાના ઓન્ડામાં રેલીને સંબોધતા બેનર્જીએ કહ્યું કે કેટલાક નેતાઓ આ વીડિયોને AI-જનરેટેડ ગણાવીને ફગાવી રહ્યા છે, ત્યારે ક્લિપમાં દેખાતી વ્યક્તિએ જ તેની સત્યતા સ્વીકારી છે. જો તે AI-જનરેટેડ હોય, તો સંબંધિત વ્યક્તિ તેને કેમ સ્વીકારી રહી છે? ''
મમતા બેનર્જીની આ ટિપ્પણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આક્ષેપના એક દિવસ બાદ આવી છે. પીએમ મોદીએ મુર્શિદાબાદની રેલીમાં કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં હાર ભાળી ગયેલી TMC હવે AI ઉપયોગ કરીને નકલી વીડિયો બનાવવાનો સહારો લઈ રહી છે.
હુમાયુ કબીરે આ વીડિયો અંગે વિરોધાભાસી નિવેદનો આપ્યા છે. શરૂઆતમાં તેમણે વીડિયોને AI-જનરેટેડ ગણાવી ફગાવી દીધો હતો, પરંતુ બાદમાં કહ્યું કે લાંબા વીડિયોનો માત્ર એક નાનો હિસ્સો સંદર્ભ વગર વાયરલ કરવામાં આવ્યો છે અને તેઓ ટૂંક સમયમાં સંપૂર્ણ ક્લિપ જાહેર કરશે.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
