તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
વોટિંગ મહત્તમ વધારવા માટે ભાજપ નેતાગીરીનો વ્યૂહઃ ગ્રૂપ મીટિંગ્સ પર ભાર
મતદાનનાં દિવસે જે મતદારો કમિટેડ છે તે તો ભાજપને જ વોટ આપવાનાં છે, પરંતુ અન્યો પણ મહત્તમ મતદાન કરવા બહાર નીકળે તે આવશ્યક છે : કાર્યકરોનો ઉત્સાહ વધારવા અને ગરમી હોવા છતાં વધુમાં વધુ મતદાન કરાવી લીડ વધારવા કવાયત

અમદાવાદ,તા.૨૫: મ્યુનિ.ની સામાન્ય ચૂંટણીનાં પ્રચારનાં પડઘમ શાંત પડ્યા છે. પ્રચાર દરમિયાન મતદારોનો વ્યાપક પ્રતિસાદ જોઇ શહેર ભાજપ નેતાગીરીએ છેલ્લા બે ચાર દિવસથી તમામ વોર્ડમાં ગ્રૂપ મીટિગ્સ ઉપર ભાર મૂકી બૂથ લેવલથી લઇને વોર્ડ સંગઠનનાં હોદ્દેદારોને મહત્તમ વોટિગ કરાવવા વ્યૂહ અમલી કર્યો છે.
ભાજપનાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, મ્યુનિ.ની સામાન્ય ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાવાનું છે અને ચૂંટણી આચારસંહિતા અનુસાર, શુક્રવાર સાંજથી જાહેર પ્રચારનો અંત આવ્યો છે. છેલ્લા પંદરેક દિવસથી ચૂંટણી પ્રચાર દરમિયાન ગરમીનું પરિબળ મહત્ત્વનું સાબિત ન થાય તે માટે ભાજપ નેતાગીરીએ વિવિધ સ્તરનો વ્યૂહ અમલી કર્યો છે. અલબત્ત, મતદારોનો પ્રતિસાદ ભાજપ નેતાગીરીને પ્રોત્સાહરૂપ જણાઇ રહ્યો છે તેમ છતાં આગેવાનોનું માનવુ છે કે, મતદાનનાં દિવસે જે મતદારો કમિટેડ છે તે તો ભાજપને જ વોટ આપવાનાં છે, પરંતુ અન્યો પણ મહત્તમ મતદાન કરવા બહાર નીકળે તે આવશ્યક છે. આ પરિસ્થિતિને અપવનાવા માટે નેતાગીરીએ તમામ ધારાસભ્યો, પૂર્વ કોર્પોરેટરો, વોર્ડ સંગઠનનાં હોદ્દેદારો, અન્ય અગ્રણીઓ તેમજ નાનામાં નાના કાર્યકરોને ખાસ જવાબદારી સોંપી છે.
ભાજપનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ નેતાગીરીએ તો છેલ્લા કેટલાક દિવસથી ગરમીનાં કારણે સવાર અને સાંજ પ્રચાર બાદ મોડી રાત સુધી સોસાયટીઓમાં ગ્રૂપ મીટિગ્સનો ધમધમાટ શરૂ કરાવી દીધો હતો. જેમાં વિવિધ રાજ્યોનાં જુદા જુદા સમાજનાં મતદારો માટે જે-તે સમાજનાં આગેવાનોને કામે લગાડાયા છે. ખોખરા જેવા વિસ્તારમાં દક્ષિણ ભારતીયોની ખાસી વસતિને ધ્યાને લઇ તામિલ ભાષામાં પોસ્ટર બેનર લગાવવાની સાથે મીટિગ પણ તામિલ ભાષામાં કરવાનો અનોખો આઇડિયા અજમાવવામાં આવ્યો છે. આ સ્થિતિમાં અગાઉની ચૂંટણીમાં સાંપડેલી લીડ કરતા પણ વધુ લીડથી ભાજપના ઉમેદવાર જીતી જાય તે માટે માઇક્રો લેવલના મેનેજમેન્ટ અપનાવી દેવાયું છે.
ભાજપનાં સૂત્રોએ સ્વીકાર્યુ કે, અમદાવાદ જેવા મોટા શહેરમાં પヘમિમાં તો ભાજપનાં નવા-જૂના ઉમેદવારોને જરાપણ વાંધો આવે તેમ નથી. આ ઉપરાંત બાકીનાં મધ્ય, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ જેવા ઝોનમાં પણ લીડ નોંધપાત્ર વધે તે માટે કામગીરી સોંપી દેવાઇ છે. તમામ વોર્ડમાં કાર્યકરોને મતદાનનાં દિવસે સવારથી સોસાયટીઓ અને ચાલીઓમાં ફરી નાગરિકોને મતદાન માટે અપીલ કરવાની સૂચના અપાઇ ગઇ છે. ખાસ કરીને બપોરનાં સમયે ચારથી છ વાગ્યા સુધીમાં ઉત્સાહભેર વધુમાં વધુ મતદાન કરાવવા કાર્યકરોનો કામે લાગી જવા જણાવાયુ છે.
મ્યુનિ. ચૂંટણીમાં પ્રચાર અર્થે વિવિધ વિસ્તારોમાં રાઉન્ડ લેતાં ભાજપના ઉમેદવારોને કેટલાક સ્થળે મુંઝવણ થઇ હતીે. જોકે હવે જ્યારે મતદાન આડે ગણતરીના કલાકો છે ત્યારે ઘીના ઠામાં ઘી જેવી સ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે તેવો નેતાગીરીને અહેસાસ થઇ રહ્યો છે. ખાસ કરીને પૂર્વ અમદાવાદમાં નેતાગીરીને ધ્યાને આવ્યું છે કે વિકાસ કામો અને પ્રાથમિક સુવિધા વધારવાની હૈયાધારણ મતદારોને સ્પર્શી છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
