News of Wednesday, 1st July 2026
ભાજપ ૧૪ કરોડ સભ્યો સાથે દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી
બીજા નંબર પર ચીનની સત્તાધારી પાર્ટી કમ્યુનિસ્ટ પાર્ટી એટલે કે CPC છેઃ ૧૦ કરોડથી વધારે મેમ્બર : કોંગ્રેસમાં લગભગ ૫.૫ કરોડ સભ્યો છે જો કે પાર્ટીએ ક્યારેય તેના વિશે કોઈ ડિટેલ શેર કરી નથી

નવી દિલ્હી તા.૧: ભાજપ લગભગ ૧૪ કરોડ સભ્યો સાથે દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે બીજા સ્થાન પર કોણ છે? જો તમને લાગે કે કોંગ્રેસ છે, તો બિલકુલ નહીં. બીજા નંબર પર ચીનની સત્તાધારી પાર્ટી કમ્યુનિસ્ટ પાર્ટી એટલે કે CPC છે. મંગળવારના રોજ આંકડા અને તમામ ઇન્ટરનેશનલ રિપોર્ટ અનુસાર, સીપીસીએ ૧૦ કરોડથી વધારે મેમ્બર બનાવી લીધા છે.
ભાજપે પાછલા એક દાયકામાં સદસ્યતા અભિયાન દ્વારા પોતાના સંગઠનને ઝડપથી મજબૂત કર્યું છે. પાર્ટીનો દાવો છે કે તેમના લગભગ ૧૪ કરોડ સભ્યો છે. આ જ કારણ છે કે કેટલાય આંતરરાષ્ટ્રીય રાજકીય અધ્યયન અને મીડિયા રિપોર્ટ ભાજપને સભ્ય સંખ્યાના આધાર પર દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી માને છે. ભાજપની સંગઠનાત્મક તાકાત બૂથ સ્તર સુધી ફેલાયેલી છે અને આ જ તેમની સૌથી મોટી તાકાત માનવામાં આવે છે.
બીજા નંબર પર ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના છે. પાર્ટીએ પોતાના ૧૦૫માં સ્થાપના દિવસ પહેલા આંકડા જાહેર કર્યા છે. જણાવ્યું છે કે ૨૦૨૬ના અંત સુધીમાં તેમના પાસ ૧૦.૧૨૯ કરોડથી વધારે સભ્યો થઈ ચૂક્યા છે. છેલ્લા એક વર્ષમાં પાર્ટીમાં લગભગ ૧૦ લાખ નવા લોકો જોડાયા. ચીનની સરકાર અને પ્રશાસનમાં સીપીસીની મજબૂત પકડ છે. તેમની સદસ્યતા લેવી એક બહુ મોટું સન્માનજનક માનવામાં આવે છે.
કોંગ્રેસમાં કેટલા મેમ્બર રસપ્રદ વાત એ છે કે દુનિયાની સૌથી જૂની રાજકીય પાર્ટીમાં સામેલ કોંગ્રેસ સદસ્ય સંખ્યાના મામલામાં ટોપ ૨માં પણ નથી. અમુક મીડિયા રિપોર્ટ દાવો કરે છે કે, કોંગ્રેસમાં લગભગ ૫.૫ કરોડ સભ્યો છે. જો કે પાર્ટીએ ક્યારેય તેના વિશે કોઈ ડિટેલ શેર કરી નથી. મળતા સાર્વજાનિક આંકડાના આધાર પર તે ભાજપ અને સીપીસીથી ઘણી પાછળ છે. એટલે કે દુનિયાની સૌથી મોટી પાર્ટીની યાદીમાં કોંગ્રેસ ટોચના સ્થાન પર નથી.
ચીનની સીપીસીમાં કેવા કેવા મેમ્બર ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ પોતાના નવા આંકડામાં એવું પણ જણાવ્યું છે કે તેના ૫૯.૭૬ મિલિયન સભ્ય જૂનિયર કોલેજ અથવા તેનાથી વધારે ભણેલા છે. જે કુલ સભ્યોના લગભગ ૫૯ ટકા છે. વળી મહિલાની ભાગીદારી ૩૧.૫ ટકા અને અલ્પસંખ્યક સમુદાયોના સભ્યોની ભાગીદારી ૭.૮ ટકા છે. મજૂર અને ખેડૂતો હવે પાર્ટીનો સૌથી મોટો સામાજિક આધાર બની ચૂક્યા છે.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
