તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 20th May 2026
ગુજરાતમાં સંગઠનને મજબૂત કરનાર અને બિહાર ભાજપના પ્રભારી ભીખુભાઈ દલસાણીયાનો જન્મદિવસ

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી (સંગઠન) અને હાલમાં બિહાર ભાજપના પ્રભારી તરીકે રાષ્ટ્રીય સ્તરે મહત્વની જવાબદારી સંભાળી રહેલા પીઢ નેતા શ્રી ભીખુભાઈ દલસાણીયાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના વધુ એક સફળ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા હોવાથી સવારથી જ પક્ષના વરિષ્ઠ નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો અને અસંખ્ય કાર્યકરો દ્વારા તેમને ટેલિફોનિક તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
શ્રી ભીખુભાઈ દલસાણીયા એ ગુજરાત ભાજપના ઇતિહાસમાં સૌથી લાંબો સમય સંગઠન મહામંત્રી તરીકે સેવા આપનારા પાયાના નેતાઓમાંના એક છે. પડદા પાછળ રહીને પક્ષના સંગઠનને ગામડાના સ્તર સુધી મજબૂત અને લોકપ્રિય બનાવવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. તેમની શિસ્તબદ્ધ કાર્યશૈલી, કાર્યકરો સાથે સીધો સંવાદ રાખવાની કુશળતા અને ચૂંટણી વ્યૂહરચનાના કારણે તેઓ ભાજપ પરિવારમાં ખૂબ જ આદરણીય સ્થાન ધરાવે છે. ગુજરાતમાં ભાજપના વિજય રથને સતત આગળ ધપાવવામાં તેમણે પડદા પાછળ રહીને કુશળ ‘સારથી'ની ભૂમિકા ભજવી છે.
ગુજરાત ભાજપમાં તેમના દાયકાઓ લાંબા સફળ સંગઠનલક્ષી અનુભવને ધ્યાનમાં રાખીને જ કેન્દ્રીય નેતળત્વ દ્વારા તેમને બિહાર જેવા રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ રાજ્યના પ્રભારી તરીકેની મોટી જવાબદારી સોંપવામાં આવી છે, જેને તેઓ ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે ગુજરાત અને બિહાર બંને રાજ્યોના રાજકીય વર્તુળો અને શુભેચ્છકો શુભેચ્છાઓ વરસી રહી છે.
(12:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
