તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
બિહારના મહાપર્વ છઠ્ઠ પૂજા પર 47 વર્ષ પહેલાં લતા મંગેશકરના સૂરથી સજેલું ભક્તિગીત આજે પણ શ્રોતાઓની આંખો ભીની કરી દે છે, ઘાટ-ઘાટ પર ગૂંજતી રચના કલ્ટ કલાસિક બની
સંગીત કોકિલા લતાજીએ ચાર દાયકાથી વધુ સમય પૂર્વે ગાયેલું આ ભાવુક ભોજપુરી છઠ્ઠ ગીત સમય જતાં બિહારી સંસ્કૃતિ અને લોકઆસ્થાનો અવિભાજ્ય હિસ્સો બનીને દરેક મંડપમાં ગૂંજી રહ્યું છે

મુંબઈ:બિહાર અને પૂર્વાંચલના સૌથી મોટા તથા પવિત્ર લોકપર્વ છઠ્ઠ પૂજાની ઉજવણી દર વર્ષે ભક્તિમય વાતાવરણમાં થાય છે, પરંતુ આ મહાપર્વનું વાતાવરણ સ્વરકોકિલા સ્વ. લતા મંગેશકરના કાલજયી અવાજ વિના અધૂરું ગણાય છે. આજથી 47 વર્ષ પૂર્વે લતાજીના મધુર સ્વરમાં રેકોર્ડ થયેલું એક ખાસ ભોજપુરી ભક્તિગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે કે તેને સાંભળતાં જ શ્રદ્ધાળુઓ અને સંગીતપ્રેમીઓની આંખો ભાવુક થઈને ભીની થઈ જાય છે.
છઠ્ઠ પૂજા દરમિયાન પવિત્ર નદીઓના ઘાટ પર આ ગીત અચૂકપણે ગૂંજતું સાંભળવા મળે છે. 47 વર્ષનો લાંબો સમય વિતી ગયો હોવા છતાં આ રચનાની લોકપ્રિયતામાં સહેજ પણ ઘટાડો થયો નથી, બલ્કે સમયની સાથે તે એક 'કલ્ટ ક્લાસિક' ગીત તરીકે સ્થાપિત થઈ ચૂક્યું છે. બિહારના આ મહત્ત્વપૂર્ણ પર્વ પર ગવાયેલા આ ગીતે પેઢીઓથી લોકોના દિલમાં ખાસ સ્થાન જાળવી રાખ્યું છે.
લતા મંગેશકરે પોતાના અવાજથી ભક્તિ અને શ્રદ્ધાના ભાવને એટલી જીવંત રીતે રજૂ કર્યા છે કે આજે પણ જ્યારે આ અવાજ છઠ્ઠ ઘાટ પર ગૂંજે છે, ત્યારે સમગ્ર વાતાવરણ અત્યંત ભક્તિમય અને ભાવનાત્મક બની જાય છે. બિહારી સંસ્કૃતિ સાથે ઊંડો લગાવ ધરાવતી આ ગાયકી આજે પણ લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને સમર્પણનું પ્રતિક બની રહી છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
