News of Thursday, 26th November 2026
બિહારના બાહુબલી પૂર્વ સાંસદ આનંદ મોહનને ફરી જેલમાં જવું પડશેઃ જિલ્લા કલેક્ટરની હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે સમયપૂર્વ મુક્તિનો આદેશ રદ કર્યો
જેલના નિયમોમાં ફેરફાર કરીને આનંદ મોહનને વર્ષ ૨૦૨૩માં મુક્ત કરાયા હતાઃ મૃતક આઇએએસ અધિકારીની પત્નીને ન્યાય, ચાર સપ્તાહમાં આત્મસમર્પણનો આદેશ

નવી દિલ્હી:બિહારના પૂર્વ સાંસદ આનંદ મોહનને આજે સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. વર્ષ ૧૯૯૪માં ગોપાલગંજના જિલ્લા કલેક્ટર જી. કૃષ્ણૈયાની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આનંદ મોહનને સમય પહેલાં મુક્ત કરવાનો બિહાર સરકારનો નિર્ણય રદ કરવામાં આવ્યો છે.
આનંદ મોહનને વર્ષ ૨૦૦૭માં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી, જે પાછળથી આજીવન કેદમાં ફેરવાઈ હતી.
વર્ષ ૨૦૨૩માં બિહાર સરકારે જેલના નિયમોમાં ફેરફાર કર્યા બાદ તેમને મુક્ત કર્યા હતા. આ નિર્ણયને મૃતક અધિકારીનાં પત્ની ઉમા કૃષ્ણૈયાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ શીલ નાગુની ખંડપીઠે આજે મુક્તિનો આદેશ રદ કરીને આનંદ મોહનને ચાર સપ્તાહની અંદર આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદાથી બિહારના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
