તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
બિહાર સરકાર યુવા વકીલોને દર મહિને રૂ.૫૦૦૦નું સ્ટાઈપેન્ડ આપશે
બાર એસોસિએશનોને ઇ-લાઇબ્રેરી માટે રૂ.૫ લાખની મદદ પણ અપાશે

પટણા તા.૧૨: બિહાર સરકારે યુવા વકીલોને દર મહિને રૂ. ૫,૦૦૦નું સ્ટાઇપેન્ડ આપવાની જાહેરાત કરી છે. ત્રણ વર્ષ સુધી અપાનારી આ સહાયની જાહેરાત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કરી હતી. આ સહાય આપવાની શરૂઆત ચાલુ મહિનાથી જ કરશે. બિહારના એડવોકેટ જનરલ એસ.ડી. સંજયે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ૧ જાન્યુઆરી ૨૦૨૪ પછી બિહાર સ્ટેટ બાર કાઉન્સિલમાં નોંધાયેલા ૨૨ થી ૩૨ વર્ષના લાયક વકીલોને આ લાભ મળશે. આ ઉપરાંત, બાર એસોસિએશનોને ઇ-લાઇબ્રેરી માટે રૂ.૫ લાખની મદદ અપાશે. આ યોજનાનો લાભ લેવા રૂ.૧૦૦નું ફોર્મ ભરીને ૧૦માં ધોરણનું પ્રમાણપત્ર, રજિસ્ટ્રેશન, પ્રેક્ટિસ સર્ટિફિકેટ, આવક અને રહેઠાણનો પુરાવો, પાન કાર્ડ, AIBE સર્ટિફિકેટ, ગુનાઈત ઇતિહાસ ન હોવાનું તેમજ અન્ય કોઈ વ્યવસાય ન કરતા હોવાનું સોગંદનામું અને કેન્સલ્ડ ચેક જેવા દસ્તાવેજો જમા કરાવવાના રહેશે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
