<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

ઇન્‍સ્‍ટાગ્રામ યુઝર્સ માટે સૌથી મોટી ખુશખબર! અત્‍યાર સુધીનું સૌથી વધુ રાહ જોવાતું ફીચર લોન્‍ચ

યુઝર્સ સ્‍ટોરી પોસ્‍ટ કર્યા પછી ૧૫ મિનિટ સુધી તેમાં ફેરફાર કરી શકશે ઇન્‍સ્‍ટાગ્રામ વપરાશકર્તાઓ માટે એક મોટી સમસ્‍યાનો અંત આવ્‍યો છે! હવે, તમે તમારી સ્‍ટોરીઝને ડિલીટ કર્યા વિના તેમાં રહેલી ભૂલો સુધારી શકો છો

નવી દિલ્‍હી,તા.૨૩: ઇન્‍સ્‍ટાગ્રામ પર સ્‍ટોરી પોસ્‍ટ કરતી વખતે ઘણી વખત નાની-મોટી ભૂલો રહી જાય છે. ક્‍યારેક ટાઇપિગમાં ભૂલ થાય છે તો ક્‍યારેક ખોટું ગીત કે સ્‍ટિકર લાગી જાય છે. હવે આવી ભૂલો સુધારવા માટે સ્‍ટોરી ડિલીટ કરીને ફરીથી પોસ્‍ટ કરવાની જરૂર નહીં પડે.ઇન્‍સ્‍ટાગ્રાએ નવું ફીચર રજૂ કર્યું છે, જેની મદદથી સ્‍ટોરી પોસ્‍ટ કર્યા પછી પણ ૧૫ મિનિટ સુધી તેમાં ફેરફાર કરી શકાશે. તેનાથી સ્‍ટોરી પર આવેલા Views, Likes અને Replies ગુમાવવાનો ડર પણ રહેશે નહીં.

નવા ફીચર હેઠળ યુઝર્સ સ્‍ટોરી પોસ્‍ટ કર્યા પછી ૧૫ મિનિટની અંદર તેમાં ફેરફાર કરી શકશે. આ માટે સ્‍ટોરી ખોલીને નીચે જમણી બાજુ આપેલા ત્રણ ડોટ્‍સ પર ટેપ કરવું પડશે. અહીં 'Edit Story'નો વિકલ્‍પ જોવા મળશે.

આ વિકલ્‍પ દ્વારા યુઝર્સ સ્‍ટોરીના ટેક્‍સ્‍ટમાં સુધારો કરી શકશે, સ્‍ટિકર્સ બદલી અથવા રીસેટ કરી શકશે, મ્‍યુઝિક બદલી શકશે અને દોરેલા ડૂડલમાં પણ ફેરફાર કરી શકશે. એટલે કે સ્‍ટોરી ફરીથી પોસ્‍ટ કર્યા વિના જ નાની-મોટી ભૂલો સુધારી શકાશે. જોકે, એડિટ કરવાની સુવિધા પોસ્‍ટ કર્યા પછી માત્ર ૧૫ મિનિટ સુધી જ મળશે. ત્‍યારબાદ સ્‍ટોરીમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં.

જો કોઈ યુઝરે સ્‍ટોરી પોસ્‍ટ કર્યા પછી તેમાં ફેરફાર કર્યો હશે, તો તેને જોનારા લોકોને 'Edited'નું લેબલ દેખાશે. તેનાથી જાણી શકાશે કે સ્‍ટોરી પોસ્‍ટ કર્યા પછી તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્‍યા છે. આટલું જ નહીં, સ્‍ટોરી પર અગાઉથી આવેલા Views, Likes અને Replies પણ યથાવત્‌ રહેશે. આ ફીચર ખાસ કરીને કન્‍ટેન્‍ટ ક્રિએટર્સ, બ્રાન્‍ડ્‍સ અને ઇન્‍સ્‍ટાગ્રામપર અવારનવાર સ્‍ટોરી પોસ્‍ટ કરતા લોકો માટે ઉપયોગી સાબિત થશે.

ઇન્‍સ્‍ટાગ્રામએ સ્‍ટોરી એડિટિગની સાથે તેના ઇન્‍ટરફેસમાં પણ કેટલાક નવા વિકલ્‍પો ઉમેર્યા છે. હવે યુઝર્સ બ્‍લર અને ગ્રેડિયન્‍ટ બેકગ્રાઉન્‍ડનો ઉપયોગ કરી શકશે. સ્‍ટિકર્સ માટે નવા ફોન્‍ટ અને કલરના વિકલ્‍પો પણ આપવામાં આવ્‍યા છે. આ ઉપરાંત, એક જ સ્‍ટોરીમાં એકથી વધુ ફોટા પસંદ કરીને શેર કરવાનું પણ પહેલાં કરતાં સરળ બનાવવામાં આવ્‍યું છે. આ પહેલાં ઇન્‍સ્‍ટાગ્રામ એવું ફીચર પણ લાવ્‍યું હતું, જેના દ્વારા યુઝર્સ પોતાની ટેગ કરેલી તસવીરો અને પોસ્‍ટને સીધી પ્રોફાઇલની મુખ્‍ય ગ્રીડમાં સામેલ કરી શકે છે.

(3:31 PM IST)