<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

આ છે દેશનો સૌથી મોટો પરિવારઃ ૮૪ રુમઃ ૧૮૫ સભ્‍યો : ૭૦૦ વીઘા જમીન અને મહિને ૧૫ લાખનો ખર્ચો

પરિવાર પાસે ૮ ટ્રક, ૧૧ ટ્રેક્‍ટર અને ૮૦ બાઈકઃ ઘરમાં ૧૧થી વધારે ચૂલ્‍હા છે : પરિવારમાં બોલાચાલી પણ થાય છે મતભેદ પણ થાય છે પણ ક્‍યારેય મનભેદ નથી થયા રાતના

નવી દિલ્‍હી તા.૨૬: દેશમાં હવે મોટા પરિવારો તો ભાગ્‍યે જ જોવા મળે છે. ન્‍યૂક્‍લિયર ફેમિલીનો ટ્રેન્‍ડ છે. નોકરી-કામ ધંધા અલગ હોવાના કારણે પણ એક જ પરિવારના લોકો અલગ અલગ શહેરોમાં રહેવા લાગ્‍યા છે. અલગ અલગ ઘરોમાં રહેતા હતા, એટલા માટે એકલાપણું, ડિપ્રેશન જેવી ટર્મ પણ ખૂબ ચલણમાં આવી ગઈ. સંયુક્‍ત પરિવારમાં લોકો હળીમળીને પ્રેમથી રહેતા હતા. સુખ-દુખ વહેંચતા હતા. યૂપી-હરિયાણા અને રાજસ્‍થાનમાં હજુ પણ અમુક સંયુક્‍ત પરિવારો પોતાની સંસ્‍કૃતિ અપનાવીને જીવી રહ્યા છે. આવો જ એક પરિવાર રાજસ્‍થાનમાં છે, જેમાં ૧૮૫થી વધારે સભ્‍યો છે. આ પરિવાર પાસે ૮ ટ્રક, ૧૧ ટ્રેક્‍ટર અને ૮૦ બાઈક છે. તેમના મહિનાના રાશન પાણીનો ખર્ચ લગભગ ૧૫ લાખથી પણ વધારે છે. પણ દર મહિને કમાણીનો આંકડો જાણશો તો ચોંકી જશો.

શહેરોથી લઈને હવે તો ગામડામાં પણ જોઈન્‍ટ ફેમિલીનું ચલણ લગભગ ગાયબ થઈ ગયું છે. શહેરોમાંથી શરુ થયું આ કલ્‍ચર ગામડામાં પણ પહોંચી ગયું છે. હરિયાણા, રાજસ્‍થાન અને પヘમિ યૂપીમાં હજુ પણ કેટલાય ગામમાં સંયુક્‍ત પરિવાર જોવા મળે છે. રાજસ્‍થાનમાં તો દેશની સૌથી મોટી જોઈન્‍ટ ફેમિલી રહે છે. અજમેર જિલ્‍લાના નસીરાબાદ તાલુકાના રામસાર ગામમાં મોહનલાલ માલીના પરિવારમાં ૧૮૫ સભ્‍યો છે. આખો પરિવાર એક ફોટોમાં આવી પણ શકતો નથી. આખો પરિવાર ૬ મકાનમાં બનાવેલા ૮૪ રુમમાં રહે છે. પરિવારમાં ૮૦થી વધારે બાઈક છે. ૧૧ ટ્રેક્‍ટર અને ૮ ટ્રક છે. આ પરિવાર પાસે ૭૦૦ વીઘા જમીન છે. ઘરમાં ૧૧થી વધારે ચૂલ્‍હા છે, જેમાં ખાવાનું બને છે. મહિનામાં રાશન-પાણીનો ખર્ચ ૧૫ લાખથી વધારે આવે છે. બીજું શું ખાસ છે આ પરિવારમાં આવો જાણીએ...

આજકાલની ભાગદોડવાળી જિદગીમાં પોતાના લોકોની હાલચાલ જાણવાનો પણ સમય નથી મળતો. આપણા પોતાના ક્‍યાંય પાછળ રહી જાય છે, પણ રાજસ્‍થાનના અજમેર જિલ્‍લાના રામસાર ગામમાં મોહનલાલ માલી પોતાના પરિવારના ૧૮૪ સભ્‍યો સાથે રહે છે. તેઓ આખા પરિવારને એક સાથે લઈને ચાલે છે. પરિવારમાં બોલાચાલી પણ થાય છે. મતભેદ પણ થાય છે પણ ક્‍યારેય મનભેદ નથી થયા. રાતના સમયે બધા ભેગા મળીને ખાવા બેસે છે. આ પરિવારના વડા મોહનલાલ છે. તેઓ જણાવે છે કે પિતા સુલ્‍તાન માલીએ હંમેશા સાથે રહેવાની શીખ આપી હતી, જેને તેઓ નિભાવી રહ્યા છે. અમે છ ભાઈઓ છીએ. મોટા ભાઈ ભંવરલાલ અને રામચંદ્રનું નિધન થઈ ચુક્‍યું છે. હવે મોહનલાલ પોતાના ત્રણ નાના ભાઈઓ છગનલાલ, છોટુલાલ અને બિરદીચંદ સાથે રહે છે. છ ભાઈઓના ૧૪ દીકરા છે. ૧૪ દીકરાના ૧૮ બાળકો છે અને ૧૮ પૌત્રના ૨૮ બાળકો છે.

પહેલા આ પરિવાર પાસે ખાલી એક મકાન હતું, જેમાં ૩૦ રુમ હતા. પછી ૫ બીજા મકાન બનાવ્‍યા. હવે આખો પરિવાર ૬ મકાનોમાં ૮૫ રુમમાં રહે છે. બધાનું કામ વહેંચાયેલું છે. આ પરિવારમાં એક દિવસમાં ૪૦ કિલો શાકભાજી, ૬૫ કિલો લોટની રોટલી બને છે. ૫૦ લીટર દૂધ લાગે છે. એક વર્ષમાં ૧૦ બાળકો આ પરિવારમાં જન્‍મ લે છે. દર મહિને કોઈને કોઈનો જન્‍મ દિવસ હોય છે. ૫૦ બાળકો છે. એમએ પાસ વહુઓ ખેતી કામ પણ કરે છે. પરિવાર પાસે ૮ ટ્રક, ૧૧ ટ્રેક્‍ટર અને ૮૦ બાઈક છે. આ પરિવાર પાસે ૭૦૦ વીઘાથી પણ વધારે જમીન છે. એટલું જ નહીં પરિવારના ૭-૮ લોકો સરકારી નોકરી પણ કરે છે. પરિવારનું પ્રભુત્‍વ આખા ગામમાં છે. આ પરિવારના કેટલાય સભ્‍યો સરપંચ પણ રહી ચુક્‍યા છે.

પરિવારના મુખિયા મોહનલાલ જણાવે છે કે, તેઓ ખાલી ૩ ધોરણ સુધી ભણેલા છે. તેમના પરિવાર પાસે પહેલા ખાલી ૪ વીઘા જમીન હતી. આજે ૭૦૦ વીઘાથી પણ વધારે જમીન છે. શરુઆતમાં આખો પરિવાર ખાલી પશુપાલન પર અને ખેતી વાડી પર નિર્ભર હતો. જેમ જેમ પરિવાર મોટો થયો, બીજા કામ ધંધા વધતા ગયા. હવે આ પરિવાર ડેરી, બિલ્‍ડિંગ મટેરિયલથી લઈ સાઈબર કેફે પણ ચલાવે છે. ઈ-મિત્ર, બેન્‍ક પોઈન્‍ટ, સિમેન્‍ટની એજન્‍સી, ચાલી બલ્‍લી અને મોટર પાર્ટ્‍સના ધંધામાં આ પરિવારના લોકો જોડાયેલા છે. પરિવારમાં ૬ ટ્રેલર છે, ૨ ટેન્‍કર છે. ૧૧ ટ્રેક્‍ટર છે. ૮૦થી વધારે બાઈક છે. ૭-૮ કાર પણ છે.

આ દેશનો સંભવતઃ સૌથી મોટો સંયુક્‍ત પરિવાર છે. પરિવાર પાસે ૬૦ ભેંસ છે. ૩૦થી વધારે ગાયો છે. દૂધ ડેરી છે. જેમાંથી ૨૦ લાખની વાર્ષિક આવક થાય છે. પરિવારના ૮ ટ્રક ભીલવાડામાં ચાલે છે. ૭ પેઢી એક સાથે રહે છે. આખા પરિવારનું ભોજન સંયુક્‍ત રીતે એક જ જગ્‍યાએ બને છે. પછી ખાવાનું લઈને પોત પોતાના રુમમાં જતા રહે છે. મોહનલાલ જણાવે છે કે, ઘરની મહિલાઓના કામ વહેંચાયેલા છે. ૧૦ મહિલાઓ ખાલી ખાવાનું બનાવવાનું કામ કરે છે. ૪ મહિલા પાણી ભરે છે. ૧૦ ઢોરની દેખરેખ રાખે છે. ખેતી-વાડી અને પશુપાલનથી આ પરિવારની વાર્ષિક કમાણી ૨ કરોડ રુપિયાથી પણ વધારે છે. એટલું જ નહીં, પરિવારના ૫૦-૬૦ બાળકોનો ટોફી-બિસ્‍કીટ અને પડીકા પર દર મહિનાનો ખર્ચો ૧ લાખ રુપિયાની આસપાસ આવે છે. ઘરની મહિલાઓ ૪ વાગ્‍યે ઉઠી જાય છે અને ઘરેલૂ કામકાજ શરુ કરી નાખે છે. ઘરમાં જથ્‍થાબંધ ફળ ફુલ આવે છે. તીજ તહેવાર પર મીઠાઈ બનાવવા માટે કંદોઈને બોલાવે છે. આ પરિવારને રાજસ્‍થાન સરકાર તરફથી કિસાન સન્‍માનનો બે-બે વાર પુરસ્‍કાર પણ મળ્‍યો છે. પરિવાર આધુનિક ખેતી અને પશુપાલનના કેટલાય પ્રયોગો કરી ચુક્‍યા છે. બોલિવૂડ હીરો વિક્કી કૌશલ અને એક્‍ટ્રેસ સારા અલી ખાન પણ આ પરિવારને મળી ચુક્‍યા છે.

(10:11 AM IST)