News of Tuesday, 2nd June 2026
બિગબ્લોક કન્સ્ટ્રક્શને ચોથા ક્વાર્ટરમાં રૂ.૮૬.૯૩ કરોડની કામગીરીમાંથી આવક નોંધાવી
Q4FY26માં EBITDA રૂ. ૭.૦૬ કરોડ હતો, જે સ્થિર કામગીરી દર્શાવે છે

મુંબઈ,તા.૨: ભારતમાં એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (AAC) બ્લોક્સ, ઇંટો અને ALC પેનલ્સના સૌથી મોટા મેન્યુફેક્ચરર્સ પૈકીનાં એક, બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે માર્ચ ૨૦૨૬નાં અંતે પૂરા થયેલા નાણાકીય વર્ષ ૨૦૨૬નાં ચોથા ત્રિમાસિક માટે કન્સોલિડેટેડ રૂ. ૮૬.૯૩ કરોડની કામગીરીમાંથી આવક નોંધાવી છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૫માં નોંધાયેલા રૂ. ૬૪.૫૯ કરોડની તુલનામાં વાર્ષિક ૩૪.૬%ની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૬નાં ચોથા ત્રિમાસિક દરમિયાન રૂ. ૭.૦૬ કરોડનો EBITDA નોંધાવ્યો હતો, જે બિલ્ડિંગ મટિરિયલ્સ સેક્ટરમાં સતત દબાણ હોવા છતાં સ્થિર કામગીરી દર્શાવે છે. માર્જિન અને પ્રોફિટેબિલિટી જીયોપોલિટીકલ ટેન્શનથી સેક્ટરમાં પડકારો અને તાજેતરનાં એક્સપાન્શનને કારણે પ્રભાવિત થઈ હતી.
નાણાકીય વર્ષ ૨૦૨૬નાં ચોથા ત્રિમાસિકમાં કન્સોલિડેટેડ કેપેસિટી યુટીલાઇઝેશન ૭૮% રહ્યું હતું. બિગબ્લોક બિલ્ડિંગ એલિમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ માટે કેપેસિટી યુટીલાઇઝેશન ૮૯% નોંધાયું હતું, જ્યારે સિયામ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્રોલોજીસ પ્રાઇવેટ લિમિટેડે ક્વાર્ટર દરમિયાન ૪૦% કેપેસિટી યુટીલાઇઝેશન નોંધાવ્યું હતું.
માર્ચ ૨૦૨૬માં પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે, કામગીરીમાંથી આવક રૂ.૨૮૩.૪૨ કરોડ નોંધાઈ હતી, જે નાણાકીય વર્ષ ૨૦૨૫માં રૂ. ૨૨૪.૬૪ કરોડની સરખામણીમાં વાર્ષિક ધોરણે ૨૬.૨% ની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે EBITDA રૂ. ૨૨.૯૩ કરોડ હતું જેમાં EBITDA માર્જિન ૮.૦૯% હતું.
કંપનીના પર્ફોર્મન્સ અંગે વાત કરતા, બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ડિરેક્ટર અને સીએફઓ શ્રી મોહિત સાબૂએ જણાવ્યું કે, કંપનીએ ત્રિમાસિક અને નાણાકીય વર્ષ ૨૦૨૬ દરમિયાન આવકમાં સ્થિર વૃદ્ધિ નોંધાવી છે, જે સુધારેલ કાર્યક્ષમતા અને મુખ્ય બજારમાં સ્થિર માંગ દ્વારા સમર્થિત છે. વર્ષ દરમિયાન, અમે કન્સ્ટ્રક્શન કેમિકલ સેગમેન્ટમાં વિસ્તરણ દ્વારા અને ટકાઉ કામગીરી પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને અમારા બિઝનેસને મજબૂત બનાવ્યો છે.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
