તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
બિહારના રાજકારણમાં મોટો વળાંક: સીએમ નીતીશ કુમારનું આજે રાજીનામું: નવા મુખ્યમંત્રી તરીકે ભાજપના સમ્રાટ ચૌધરીનું નામ મોખરે: એનડીએની બેઠકમાં લેવાશે અંતિમ નિર્ણય

પટણા: લાંબા સમય સુધી બિહારના મુખ્યમંત્રી પદ પર રહ્યા બાદ નીતીશ કુમાર આજે રાજીનામું આપવા જઈ રહ્યા છે, અને તેમના સ્થાને ભાજપના નેતાને મુખ્યમંત્રી બનાવવાની તૈયારીઓ તેજ બની છે.
બિહારના રાજકીય માહોલમાં એક ઐતિહાસિક અને મોટું પરિવર્તન આવી રહ્યું છે.
બે દાયકાથી વધુ સમય સુધી બિહારના રાજકારણ પર પોતાનું એકહથ્થુ પ્રભુત્વ જમાવનાર મુખ્યમંત્રી નીતીશ કુમાર આજે પોતાના પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે. તાજેતરમાં જ તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે અને તેમણે દિલ્હી જઈને શપથ પણ લીધા છે. બંધારણીય જોગવાઈઓ અને નિયમો મુજબ તેમણે ૧૪ દિવસની અંદર ધારાસભ્ય પદ છોડવું જરૂરી હતું.
તેમના રાજીનામા બાદ, બિહારના રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા મુખ્યમંત્રી બને તેવી પ્રબળ સંભાવના છે.
આજે ૧૪મી એપ્રિલના રોજ એનડીએ ગઠબંધનની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે જેમાં નવા મુખ્યમંત્રીના નામ પર આખરી મહોર મારવામાં આવશે. પ્રાપ્ત અહેવાલો અને રાજકીય વર્તુળોની ચર્ચા અનુસાર, નવા મુખ્યમંત્રીની રેસમાં ભાજપના વરિષ્ઠ નેતા સમ્રાટ ચૌધરીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. નીતીશ કુમારના આ નિર્ણયથી બિહારના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત થશે અને સત્તાનું સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ જશે.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
