News of Saturday, 24th October 2026
મુંબઈમાં સુરક્ષા એજન્સીઓની મોટી સફળતા: જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા શંકાસ્પદ આતંકવાદીની એટીએસ દ્વારા ધરપકડ
સોશિયલ મીડિયા પર કટ્ટરવાદી કન્ટેન્ટ ફેલાવીને સાંપ્રદાયિક સૌહાર્દ ડહોળવાનું હતું કાવતરું, એટીએસ દ્વારા ઊંડી તપાસ શરૂ

મુંબઈ: મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાંથી સુરક્ષા એજન્સીઓના હાથે એક મોટું કાવતરું નિષ્ફળ નીવડ્યું છે. રાજ્યના આતંકવાદ વિરોધી દળ (ATS) દ્વારા કરવામાં આવેલી એક વિશેષ કાર્યવાહી દરમિયાન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' (JeM) સાથે સંકળાયેલા એક શંકાસ્પદ ઓપરેટિવને દબોચી લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર એટીએસના જણાવ્યા અનુસાર, આ શંકાસ્પદ વ્યક્તિ લાંબા સમયથી ગુપ્ત રીતે ઓનલાઈન ગતિવિધિઓમાં સક્રિય હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી સોશિયલ મીડિયાના વિભિન્ન પ્લેટફોર્મ્સનો દૂરઉપયોગ કરીને દેશમાં ઉગ્રવાદી અને કટ્ટરપંથી વિચારોનો પ્રસાર કરી રહ્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને ગેરમાર્ગે દોરીને સમાજમાં સાંપ્રદાયિક તણાવ અને અશાંતિ ફેલાવવાનો હતો.
આ ગંભીર મામલાને ધ્યાનમાં રાખીને એટીએસ દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની સખત કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ નેટવર્ક સાથે દેશ કે વિદેશના અન્ય કયા-કયા તત્વો જોડાયેલા છે અને આ શંકાસ્પદ વ્યક્તિના સંપર્કમાં કોણ-કોણ હતું, તે તમામ દિશામાં એજન્સી દ્વારા સઘન પૂછપરછ અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આ સમગ્ર ઘટનાક્રમને લઈને અત્યંત સતર્ક થઈ ગઈ છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
